પીપરટોડા નજીક ચાલી રહેલ સૌનીયોજનાની કામગીરી મા ખેડૂતો પર થઇ રહી છે જોહુકમી.....

૪૦૦ જેટલી તો વાંધા અરજીઓ થઇ છે...

પીપરટોડા નજીક ચાલી રહેલ સૌનીયોજનાની કામગીરી મા ખેડૂતો પર થઇ રહી છે જોહુકમી.....

mysamachar.in-જામનગર

સૌની યોજના...આ યોજના થકી નર્મદા નું વધારાનું વહી જતું એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને પાઈપલાઈન થકી મળે તેવી યોજના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ના સમયે  ઘડી કાઢવામાં આવી હતી...સૌરાષ્ટ્ર દાયકાઓથી ઓછા વરસાદ ને કારણ અછતગ્રસ્ત જેવો બની જાય છે.અને દર ત્રણ થી ચાર વર્ષે એક વર્ષ એવું આવે છે કે સૌરાષ્ટ્ર ના મોટાભાગ ના જીલ્લા ના લોકોને દુષ્કાળનો સામનો કરવો પડે છે....તે ના કરવો પડે તે માટે આ યોજનાના અમલીકરણની કામગીરી લાંબા સમય થી ચાલી રહી છે..જામનગરમાં પણ આ યોજના હેઠળ લાલપુર તાલુકાના પીપરટોડા ગામ થી સાની ડેમ ને જોડતી કામગીરીપણ હાલમાં શરૂ થઇ છે...

સ્વાભાવિક ખેડૂતો અને લોકોને ફાયદો થાય તેવી આ યોજના થી કોઈ સંદેહ ના હોય શકે પણ શરૂ થયેલ કામગીરીને સ્થાનિકો અને ખેડૂતો ને પરેશાની નો પાર જ ના હોય તો....વાત છે,જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામની જ્યાં સ્થાનિકો અને ખેડૂતોમાં આ યોજનાની કામગીરી માં કોન્ટ્રાક્ટરની નીતિરીતિ ને લઈને ઉઠ્યો છે વિરોધનો સુર..સૌની યોજના માટે આ વિસ્તારમાં ખાનગી કોન્ટ્રાક્ટ મેઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે..પણ સૂત્રોમાંથી જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ચાલી રહેલ કામોમાં કેટલાક સ્થાનિક નેતાઓ પણ મુખ્ય કોન્ટ્રાક્ટર સાથે હોવાનું જાણવા મળી રહ્યું છે..અને તે સ્થાનિક ખેડૂતો પર ભારે દબાણો કરી રહ્યાના પણ આક્ષેપ થઇ રહ્યા છે..

કેટલાક ખેડૂતો  અને કોંગી નેતાનો એવો પણ આક્ષેપ છે કે આ રીતે પાઈપલાઈન તેના ખેતરોમાં થી પસાર થવાને કારણે તેની જમીન વર્ષો સુધી બિનઉપયોગી બની જાય તેવી સંભાવનાઓ રહેલી છે...ત્યારે ના કોઈ નોટીસ કે વળતર ની સહમતી વિના કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કામગીરી શરૂ કરી દેવાતા ૪૦૦ જેટલા ખેડૂતો દ્વારા વાંધાઅરજીઓ પણ તંત્ર સમક્ષ કરવામાં આવી છે,

ગઈકાલે પણ વધુ એકવખત સ્થાનિક રાજકીય આકાઓના બળે કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોના ખેતરોમાં વગર મંજૂરી એ ખોદકામ શરૂ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો અને કોંગી નેતા અને ધારાસભ્ય વિક્રમ માડમ અને જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિગુભા જાડેજા પણ સ્થળ પર દોડી ગયા હતા,અને આ રીતે ખેડૂતો પર જોહુકમી ના કરવા માટે સમજાવ્યા હતા પણ ના કોન્ટ્રાક્ટ ના માણસો એક ના બે ના થતા કોંગી આગેવાનો અને ખેડૂતો હિટાચી મશીન પાસે બેસી જઈને  ધરણા કર્યા હતા અને પોલીસને જાણ કરી પણ પોલીસ પણ બે કલાકે પહોચી અને બાદમાં ફરિયાદ કરવી હોય તો પો.સ્ટે આવો તેમ કહી અને જતી રહી હતી,

અને પોલીસસ્ટેશન ખાતે રકજક બાદ માત્ર અરજી લઇ અને ખેડૂતોને રવાના કરી દેવામાં આવ્યા હતા,જાણવા મળતી માહિતી પ્રમાણે સૌની યોજનાની આ કામગીરી સામે લાલપુર તાલુકાના આરીખાણા,મેમણા લાલપુર ગજના ડબાસંગ સહિતના ૪૦૦ ખેડૂતોએ વાંધા અરજીઓ પણ કરેલ હોવાનું જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિગુભા જાડેજા mysamachar.inની મુલાકાતવેળાએ જણાવ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે આટલી અરજીઓ છતાંપણ તંત્ર કે કોન્ટ્રાક્ટર કોઈને ગાંઠતા  ના હોય તેવી પ્રતિતી થઇ રહી છે.શું કહેવું છે વિક્રમ માડમ નું...
પીપરટોડા નજીક ખેડૂતો પર જોહુકમીના આ મામલે ગઈકાલે સ્થળ પર પહોચેલા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ એ mysamachar,in ને જણાવ્યું કે ખેડૂતો પર ચાલુ ચોમાસે ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારની હુંફ નીચે જોહુકમી ગુજારી અને ગુંડાગીરી નું વરવું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,તેમ છતાં પણ પોલીસ ફરિયાદ લેતી નથી તો શું સમજવું.!!

સિંચાઇ વિભાગના નાયબ ઈજનેર માકડીયા કઈક આવું કહે છે..
પીપરટોડા સૌની યોજનાના વિરોધ મામલે સિચાઈ વિભાગના નાયબ ઈજનેર માકડીયાની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે ખેડૂતોને વાંધો હોવાનો સ્વીકાર કરતા જણાવ્યું કે અમે કાર્યપાલક ઈજનેર આવતીકાલે સ્થળ તપાસ કરીશું,અને આ કામ ને લઈને અત્યાર સુધીમાં ૪૦૦ જેટલી વાંધાઅરજીઓ મળી છે અને તેના જવાબો પણ કરેલા હોવાનું માકડીયા એ જણાવ્યું..