ખેડૂત ફસાયો હનીટ્રેપમાં અને ગુમાવ્યા આટલા લાખ...

બે મહિલા સહીત ૩ નું કારસ્તાન..

ખેડૂત ફસાયો હનીટ્રેપમાં અને ગુમાવ્યા આટલા લાખ...

Mysamachar.in-મહેસાણા:

દિવસેને દિવસે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં હનીટ્રેપની માયાજાળ વધુ ને વધુ ફેલાઈ રહ્યાંના એક બાદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે,એવામાં મહેસાણામાં પણ પોતાનો પાક વેચાણ કરવા ગયેલા એક ખેડૂત બે મહિલાઓની માયાજાળમા ફસાયાનો કિસ્સો સામે આવતા પંથકમાં ભારે ચર્ચા જાગી છે,


 
મહેસાણાના વીસનગરમાં અજાણી સ્ત્રી સાથેની ટેલીફોનીક મિત્રતામાં પાટણના ખેડૂતને હનીટ્રેપનો શિકાર બન્યા બાદ ચાર લાખ રૂપિયા ગુમાવવા નો વારો આવ્યો છે,વિસનગરમાં ભાડાના મકાનમાં રહેતી રેશ્મા નામની યુવતીએ પોતાના સાથી મિત્રો સાથે મળી ઊંઝા ગંજ બજારમાં ખેતીનો પાક વેચવા આવેલા એક ખેડૂતને પોતાની માયાજાળમા બરોબરના ફસાવ્યા હતા,

જે બાદ 45 વર્ષીય ખેડૂતને ફોન કરી વીસનગરમાં રાખેલા ભાડાના મકાનમાં બોલાવી આરોપી સ્ત્રી મિત્ર સાથે મોબાઈલમાં ફોટો અને વીડિયો બનાવી અન્ય પુરુષોની મદદ લઇ ખેડૂતને ધાક-ધમકીઓ આપી બ્લેકમેલિંગની શરૂઆત ટોળકી દ્વારા કરવામાં આવી હતી,સમાજમાં બદનામીના ભયથી ખેડૂતે આરોપીઓને 4 લાખ રૂપિયા પણ અત્યાર સુધીમાં આપી દીધાનું સામે આવ્યું છે,

જોકે આરોપીઓનું પેટ આટલા થી ભરાયું નહિ અને વધુ લાલચ જાગી અને ખેડૂત પાસે વધુ 6 લાખની માંગણી કરતાં ખેડૂતે અંતે કંટાળી ફોન પર મિત્રતા કેળવનાર રેશ્મા અને તેનો પુરુષ મિત્ર વસીમ, સાથી સ્ત્રી મિત્ર મહેસાણાની દિવ્યા સહિત 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે,પોલીસે  ફરિયાદને આધારે રેશ્માના પુરુષ મિત્ર વસીમની વિસનગરથી જ ઘટનાના ગણતરીના કલાકોમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ ફરાર બે યુવતીઓ સહિત 6 આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.