જામનગર સ્પોર્ટ્સકોમ્પ્લેક્ષમા મહિલાઓના સ્વીમીંગ પુલનો વિડીયો થયો F.B.LIVE

જાણ કોણે કર્યું આ LIVE

જામનગર સ્પોર્ટ્સકોમ્પ્લેક્ષમા મહિલાઓના સ્વીમીંગ પુલનો વિડીયો થયો F.B.LIVE

Mysamachar.in-જામનગર:

હમણાં હમણાં ટીકટોક વિડીયોનો વિવાદ રાજ્યના પોલીસવિભાગમાં ચાલી રહ્યો છે,ત્યારે જ જામનગરમા એક ફેસબુક લાઈવ વિડીયો એ સારી એવી ચર્ચાઓ જગાવી છે,જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આવેલ છે,અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમા સ્વીમીંગ માટે મહિલાઓ અને પુરુષો માટેના અલગ અલગ બેચ કાર્યરત છે,ત્યારે મહિલાઓના સ્વીમીંગ પુલમાં જવાની પુરુષોને મનાઈ છે,અને જાણવા મળે છે ત્યાં સુધી અહીના સ્ટાફ ને પણ (માત્ર લેડીઝ સિવાય)લેડીઝ સ્વીમીંગ ચાલતું હોય ત્યારે જવાની મનાઈ છે,તેવામાં જ લેડીઝ સ્વીમીંગના મહિલા કોચ ભાવના નંદાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર મહિલાઓના સ્નાનનો વિડીયો F.B.LIVE કરતાં આ મામલો ગરમાયો છે,

જયારે આ અંગે મહિલા કોચને વિવાદ થવાની વકી જેવું કદાચ કોઈએ  જણાવતા તેવોએ તેમના ફેસબુક એકાઉન્ટ પરથી આ વિડીયો હાલ તો ડીલીટ કરી નાખ્યાનું જાણવા મળે છે,જ્યાં પુરુષો ને જવાની મનાઈ છે,તે જગ્યાએ થી જે વિડીયો F.B.LIVE થયો તે કોઈ પુરુષોએ નિહાળ્યો નહિ હોય.?તે સવાલ છે..હાલ તો મહિલા કોચના ફેસબુક ટાઈમલાઇન પરથી આ વિડીયો ડીલીટ થઇ ચુક્યો છે,અને આ વિડીયો લાઈવ થયાની વાત ને સ્પોર્ટ્સ મેનેજર કે.સી.મહેતા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે,અને તેવો દ્વારા આ ફેસબુક લાઈવ કરનાર મહિલા કોચ ભાવના નંદાનો આજે ખુલાસો લેવામાં આવશે તેમ જણાવ્યું છે.