દુકાનદાર સાથે 21 લાખના ફોનની આવી રીતે થઇ છેતરપીંડિ

જાણવા જેવો કિસ્સો

દુકાનદાર સાથે 21 લાખના ફોનની આવી રીતે થઇ છેતરપીંડિ
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-સુરતઃ

ઓળખીતા વ્યક્તિની વાતોમાં આવી અને એક સાથે 115 મોબાઇલ ફોન વેચાઇ જવાની લાલચ એક દુકાનદારને ભારે પડી છે. સુરતના સરથાણા વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા નટુભાઈ હડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની દુકાનેથી ઘનશ્યામ ઠુમ્મરે 115 મોબાઇલ જેની કિંમત અંદાજે 21 લાખથી વધુ થાય છે તે લઇ જઇ છેતપીંડિ કરી છે. નટુભાઇએ ફરિયાદમાં જણાવ્યું કે ઘનશ્યામ એક દિવસ તેની દુકાને આવ્યો અને કહ્યું કે તે જે કંપનીમાં કામ કરે છે ત્યાં કારીગરોને મોબાઇલ ફોન આપવાના છે, આ ફોન તમારી પાસેથી હપ્તેથી ખરીદવાના છે. ઘનશ્યામ તેની સાથે અન્ય પાંચ વ્યક્તિઓને લઇને દુકાને આવી 115 મોબાઇલ ફોન લઇ ગયો, આ વાતને ઘણો સમય થઇ ગયો છતા તેઓએ મોબાઇલના પૈસા કે મોબાઇલ પરત આપ્યા નહીં. અંતે પોતાની સાથે કંઇક ખોટું થયાનું જાણવા મળતા નટુભાઇએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપીંડિ સહિતની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.