Mysamachar.in-રાજકોટ- દેવભૂમિ દ્વારકા
હાલમાં લોકડાઉન ચાલી રહ્યો છે, ત્યારે જ લોકોને શું નવા નુશ્ખાઓ બહાર નીકળવા માટે સુઝતા હશે તે સમજાતું નથી, એવામાં રાજકોટમા ડુપ્લીકેટ પોલીસ બની વાહનોમાં ચેકીંગ કરતો યુવાન અસલી પોલીસની હડફેટ ચઢી જવા પામ્યો છે, સાચી પોલીસને ખોટી પોલિસના પહેરવેશ પર શંકા જતા યુવાન નરેન્દ્રસિંહ જાડેજા ઝડપાઈ જવા પામ્યો છે, આ યુવક પહેલા ટ્રાફિક વૉર્ડન તરીકે ફરજ બજાવતો હતો અને આજે પોલીસના યુનિફોર્મમાં ચેકીંગ કરતો હતો ત્યારે અસલી પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ છે,
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં પાર્થ ટેલીકોમ નામની દુકાનમાં દવાખાનું ચલાવતો બોગસ તબિબ ઝડપાયો છે,દુકાનમાં દવાખાનું ચલાવી જરૂરી ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હોવાની જાણ વરવાળા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર એ.વી.ગોસ્વામીને થતાં તેઓએ દ્વારકા પોલીસને જાણ કરી હતી. ગઈકાલે બપોરના સમયે આરોગ્ય વિભાગની ટીમ તથા પોલીસે ઉપરોક્ત સ્થળે જઈ તપાસ કરતાં ઈમરાન ગફાર સોઢા દર્દીઓની સારવાર અને એલોપેથીક દવાઓ આપવા અંગેની ડિગ્રી બાબતે પૂછપરછ કરવામાં આવતાં તેની પાસે કોઈ સર્ટીફાઈડ ડિગ્રી ન હોવાનું સામે આવતાં પોલીસે બોગસ ડોકટરની સાથે એલોપેથીક દવાઓ સહિતનો મુદામાલ કબ્જે કરી ગુન્હો નોંધ્યો છે.