સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા હોસ્પીટલો પાસે પરબ જેવી વ્યવસ્થા

સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા હોસ્પીટલો પાસે પરબ જેવી વ્યવસ્થા

Mysamachar.in-જામનગર:ખંભાળિયા:

સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્ર્સ્ટના પ્રમુખ પૂનમબેન માડમની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલારની મુખ્ય હોસ્પીટલો પાસે પીવાના પાણીની વ્યવસ્થા કરવામા આવી છે,જેમા જામનગરમા જી.જી.હોસ્પીટલ પાસે અને ખંભાળીયામા સીવિલ હોસ્પીટલ પાસે વ્યવસ્થા કરવામાં આવી છે,

હાલ જ્યારે કાળઝાળ ગરમી છે,ત્યારે દર્દીઑ તેમના સગા-સ્નેહીઓ તેમજ હોસ્પીટલના મુલાકાતીઓ, સ્ટાફ વગેરે સૌ માટે પીવાના પાણીની પ્રાથમિક જરુરિયાત હોય છે. પાણી મળતા હાશકારો થાય છે,ત્યારે સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ  ટ્રસ્ટના પ્રમુખ પૂનમબેન માડમ દ્વારા પાણીની વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે,જેમાં જી.જી.હોસ્પીટલમાં બ્લડ બેંક પાસે અને નવી હોસ્પીટલ તરફના રસ્તે જવાના માર્ગે મેડીકલ કોલેજ પાસે અને ખંભાળીયા સીવીલ હોસ્પીટલ પાસે પૂનમબેનની સુચનાથી પીવાના પાણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.