નાઘેડી ગામેથી ઝડપાયો ડીગ્રી વગરનો ડોક્ટર
આરોગ્ય વિભાગ શું કરે છે.?

Mysamachar.in-જામનગર:
જામનગરમા થી ફરી ઝડપાયો છે બોગસ તબીબ જે કામ જીલ્લાના આરોગ્ય વિભાગની ટીમે કરવાનું હોય તે કામ વધુ એક વખત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જામનગર નજીક આવેલા નાઘેડી ગામે ડીગ્રી વગર પ્રેક્ટીસ બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે, નાઘેડી ગામે આવેલ ગરબીચોકમાં દેવાભાઈ આંબલીયાની દુકાનમાં સામતભાઈ ભોચીયા નામનો વ્યક્તિ વગર ડીગ્રીએ દવાખાનું ચલાવતો હોય એસઓજીએ સામત ભોચીયાને સ્ટેથોસ્કોપ, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, બાટલા સહીત ૩૮૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે..