જીલ્લા પંચાયતનો માર્ગ મકાન વિભાગ...એક વર્ષ થયું તો પણ ના આપી માહિતી..
આવો કિસ્સો સામે આવ્યો

Mysamachar.in-જામનગર:
આમ તો આરટીઆઈ એક્ટ એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતીનો અધિકાર...પણ સરકારી બાબુઓ અમુક વખતે પોતે શું કર્યું અને શું ના કર્યું તેની માયાજાળ વધુ ઉઘાડી ના પડે તે માટે માહિતી અધિકારના કાયદા હેઠળ જયારે કોઈ અરજદાર માહિતી માંગે તો યેનકેન પ્રકારે તેને માહિતી હાથ લાગે તેવું થવા દેવામાં આવતું નથી, એવામાં જામનગરના એક અરજદાર દ્વારા જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ પાસે સંખ્યાબંધ રોડ તૂટી જવાને મામલે માહિતી માંગી હતી જેના જવાબો આપવામાં કોઈપણ કારણોસર નાયબ કાર્યપાલક ઈજનેર જામનગર, ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર સબ ડીવીઝનને રસના હોય તેમ અપીલમાં અરજદારને માહિતી આપવાનો હુકમ ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ ના કરવામાં આવેલ આ વાતને એક વર્ષ વીતી ગયા છતાં પણ માહિતી અધિકાર તળે માહિતી ના મળવી તે ખુબ જ નિંદનીય બાબત કહી શકાય તેવું છે, ખરેખર જે થયું છે તેની માહિતી આપવામા શું વાંધો તેવો સવાલ પણ અરજદાર દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.