કોર્પોરેશનની ચકચારી નિમણુંક માટે  મોટો "સોદો" થયાની ચર્ચા

ત્રણ વર્ષ બાદ કેમ બધા જ હરકતમા આવ્યા?

કોર્પોરેશનની ચકચારી નિમણુંક માટે  મોટો "સોદો" થયાની ચર્ચા

Mysamachar.in-જામનગર: 

છેલ્લા કેટલાક સમયથી જામનગર મહાનગરપાલિકામાં એક ભરતી નહિ પરંતુ ભરતી કૌભાંડે  ભારે હોબાળા સાથે અનેક ચર્ચાઓ જગાવી દીધી છે,આટઆટલો હોબાળો અને મીડિયાના અહેવાલો,વિવિધ રજુઆતો છતાં શાશકોના પેટનું પાણી હલતું નથી તેનું કારણ એ છે કે  વિપક્ષના મતે  પહેલાથી જ પેટમાં મીઠાઈ પધરાવી દેવામાં આવી હોય હવે પાણી હલી શકે તેટલી જગ્યા  નહી  હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેવુ જ સનસનીખેજ પ્રકરણ ભુગર્ભના કાર્યપાલકની નિમણુંક નુ છે.જેમા ભલે બધુ જ બરાબર હોવાના ગાણા ગવાતા હોય પરંતુ આ નિમણુંક પાછળ અનેક "સોદા" અને લાંબાગાળાના " પ્રલોભનો" છુપાયેલા છે,તેમજ કામ કઢાવવા માટે જેમ અનેક ક્ષેત્રોમા જુદી જુદી કરન્સીનો પ્રયોગ થાય છે,તેવુ પણ આ પ્રકરણમા હોય શકે એટલે કે  સ્થાવર જંગમ લાભ ઉપરાંત અન્ય લાભોની અમુકને આશંકા છે,માટે જ "કુશળ બીઝનેસમેન" ગણાતા જુનિયર હવે રાતોરાત  સિનિયર થઇ રહ્યા છે.


-લાયકાત વગર નિમણુંક છતા ભેદી "મૌન"

એક કર્મચારીને નિયમોને નેવે મુકીને સીધા જ કાર્યપાલક ઈજનેરના હોદા પર બેસાડવાનો તખ્તો ઘડવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.જેમાં અમિત કણસાગરા કોઈ  રીતે કાર્યપાલક ઈજનેરના પદને લાયક ના હોવા છતાં તેને કાર્યપાલક ઈજનેર બનાવી દેવાનો તખ્તો તમામ નીતિનિયમોને નેવે મુકીને કરવામાં આવ્યાના આક્ષેપો થયા છે. છતા દરેક "મૌન" છે....!આ ભેદી મૌનમાં જ સઘળુ  રહસ્ય છુપાયુ છે,

-ત્રણ વર્ષ બાદ કેમ બધા જ હરકતમા આવ્યા?

કાર્યપાલક ઈજનેર ડ્રેનેજ એકની જગ્યા માટે વર્ષ ૨૦૧૬ મા જાહેરાત આપવમાં આવેલ હતી,તે પ્રક્રિયા છેક...૨૦૧૯મા શરૂ કરવાની બાબત શંકા પ્રેરનારી હોવા ઉપરાંત જાહેરાત સંદર્ભની પ્રક્રિયા અનુસરવાની થતી હોય પરંતુ હાલ અનુભવ માટે એક વર્ષના અનુભવ દીઠ ૨ માર્કસ અને વધુમાં વધુ ૧૦ વેઈટેઝ માર્કસ આપીને બીજા ઉમેદવારને ગેરકાયદેસર રીતે પાછળ રાખી દઈ અને જાહેરાત વિરુદ્ધ મનપા દ્વારા થયેલ પ્રક્રિયા રદબાતલ થવી જોઈએ.

-હવે તો કોર્ટના દ્વાર ખખડાવવા પડે....

અમિત કણસાગરાની ભરતી મામલે વિપક્ષના સભ્યોએ ગત સામાન્ય સભામાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા,અને યોગ્ય લાયકાત ના હોવા છતાં પણ તેને આ રીતે નીતીનીયમો નેવે મુકીને ભરતીનો ઠરાવ મંજુર કર્યાનો આક્ષેપ વિપક્ષ સભ્યોએ કર્યો હતો,અને એક વિપક્ષ સભ્યએ તો આ મુદ્દે કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી હતી,આનંદ ગોહિલે કહ્યું કે જે-તે સમયે ડ્રેનેજ કાર્યપાલક ઈજનેર સહીત ૫ જગ્યાઓ ભરવા માટેની અરજીઓ હતી,પણ આ એક જ ભરતી સીધા જ જુનીયર ઈજનેર થી કાર્યપાલક ઈજનેરની નિમણુંકને ઐતિહાસિક ઘટના મનપાના ઇતિહાસમાં ગણાવી,અને શાશકોએ વહીવટ કે સેટિંગ જેવું કર્યાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે,


-વિપક્ષના સભ્યો કેમ ચુપ થઇ ગયા...
આ મુદ્દો જયારે સામાન્ય સભામાં એજન્ડામાં આવ્યો ત્યારે કેટલાય સભ્યોએ ઉંચા થઇ થઈને આ ભરતીનો વિરોધ કર્યો હતો તે તમામ કેમ ચુપ થઇ ગયા તે સવાલ પણ ઉઠી રહ્યા છે,કારણ કે બહુમતીના જોરે ઠરાવ તો થઇ જાય પણ વિપક્ષ પણ એકઠો થઇ ને વિરોધ નોંધાવે કોર્ટમા જાય તો શાશકો ને ઉપરાંત લાભ મેળવનાર ને પણ કદાચ પરસેવા છૂટી જાય પણ આવું આ કિસ્સામાં હજુ સુધી થયાનું ધ્યાને આવતું નથી