“વિશ્વ પર્યાવરણ દિવસ” વાલસુરા ખાતે અલગ અલગ કાર્યક્રમો યોજાયા..

૫૦૦ જેટલા છોડનું રોપણ..

“વિશ્વ પર્યાવરણ દિવસ” વાલસુરા ખાતે અલગ અલગ કાર્યક્રમો યોજાયા..

Mysamachar.in-જામનગર:

“વિશ્વ પર્યાવરણ દિવસ” ના ભાગરૂપે ભારતીય નૌસેના,વાલસુરા દ્વારા જામનગરમાં અલગ-અલગ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું,જેમાં વાલસુરાના કર્મચારીઓ અને તેમના પરિવારોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.વાલસુરા આજુ બાજુ બચેલા પાણીથી જૈવિક રૂપથી નાશ ન થવાવાળો કચરો દૂર કરવા તા.૦૧ જૂન થી સ્વછતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે,તા.૦૨જૂનના મોટા પ્રમાણમાં શ્રમદાન કરવામાં આવ્યું જેમાં અધિકારીઓ,સૈનિકો,રક્ષા સિવિલિયન કર્મચારીઓ ડી.એ.સી કર્મચારીઓ તથા તેમના પરિવારોએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષે માટે લાગુ કરેલ કેન્દ્રિય વિચાર “વાયુ પ્રદૂષણ “ને ધ્યાને લઈ ને પ્રશ્નોતરી સ્પર્ધા સાથે આ વિષય પર આધારિત વ્યાખ્યાન તા.૦૪ જૂનના આયોજન  કરેલ.જેને લઈને તાલીમાર્થી યુવાનો અને વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાવરણ માટેની જાગૃતતા ઊભી થતી જોવા મળી,આજના દિવસે વાલસુરા આસપાસની અલગ અલગ જગ્યાઓ પર પોત કંપની તથા તેમના પરિવારોના સભ્ય દ્વારા ૫૦૦ જેટલા છોડનું રોપણ કરવામાં આવ્યું.જેનું નેતૃત્વ ભારતીય નૌસેના વાલસુરાના કમાન્ડ અધિકારી કમાન્ડર સી.રઘુરામ દ્વારા થયું હતું.