ધ્રોલ-જોડીયામા સમસ્યાઓ ખુટતી નથી કે કામ જ થતા નથી

આવા દરેક પ્રશ્ન વખતે જિલ્લાની મીટીંગમા  ઉઠે છે જેના ઉકેલ પેન્ડીંગ રહે છે.

ધ્રોલ-જોડીયામા સમસ્યાઓ ખુટતી નથી કે કામ જ થતા નથી
file image

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાના બીજા અનેક વિસ્તારોની જેમ ધ્રોલ-જોડીયા પંથકમા અનેક સમસ્યાઓ ઘર કરી ગઇ છે, અને ઉકેલ આવતા ન હોય પ્રાથમીક બાબતોમાં પણ પ્રજા હેરાન છે કેમ કે આ પંથક ને અને વિકાસ ને ઘણુ છેટુ છે, ધ્રોલ જોડીયા તાલુકામા લાંબા સમયથી  રોડના કામ નબળા જ થતા રહેતા હોવાની પંચાયત અને સ્ટેટ માર્ગ મકાન સામે લોકોની અવાર નવાર ફરિયાદ છે ઉપરથી નબળા રોડ હોય  તેમા ભારે વાહન ચાલતા વારંવાર ટુટે છે, તો વળી અનેક રોડ થતા પણ નથી આ બાબતે અનેક સવાલ જિલ્લાની મીટીંગોમા ઉઠતા રહે છે,

બીજી તરફ ક્ષાર અંકુશના કામ નબળા થાય છે, પાળા નબળા હોઇ ક્ષાર આગળ ધપી ખેતી સહિતની જમીનો બગડતી રહે છે, ઉપરાંત આ પંથકમાં ગામતળના દબાણ દુર ન થતા હોઇ ઠેર ઠેર  દબાણ નુ જંગલ વધતુ જ રહે છે, તો વળી જાંબુડા સહિતના અનેક ગામોમા નવી પાઇપ લાઇન મંજુર ન થાય તેવુ બને અને મંજુર થાય તો સમયસર કામ ન થાય તેવુ બને છે
આવા દરેક પ્રશ્ર્ન દર વખતે જિલ્લાની મીટીંગમા  ઉઠે છે જેના ઉકેલ પેન્ડીંગ રહે છે.