દિલ્હી પબ્લીક સ્કૂલ ને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ CBSC શાળાનો એવોર્ડ એનાયત

દિલ્હી પબ્લીક સ્કૂલ ને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ CBSC શાળાનો એવોર્ડ એનાયત

Mysamachar.in-જામનગર:

દિલ્હી ખાતેથી શિક્ષણ ક્ષેત્રના નવીનીકરણ અને અદ્યતન શિક્ષણ પર પ્રસિદ્ધ થતા શૈક્ષણિક સામયિક “એજ્યુકેશન વર્લ્ડ” દ્વારા સતત બીજા વર્ષે દિલ્હી પબ્લીક સ્કૂલને જામનગરની પ્રથમ નંબરની સી. બી.એસ.સી. શાળાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. જ્યારે સી.બી.એસ.સી. શાળાઓના સર્વે બાદ તેમનું રેંકીંગ નક્કી કરતા સામાજિક “એજ્યુકેશન ટુડે” દ્વારા દિલ્હી પબ્લીક સ્કૂલ-જામનગરને નં.૧નો રેન્ક આપવામાં આવેલ છે.

તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજવામાં આવેલ એક એજ્યુકેશન એવોર્ડ કાર્યક્રમમાં જામનગરની દિલ્હી પબ્લીક સ્કૂલને શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતા સામયિકો દ્વારા અલગ અલગ ૨ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. દિલ્હી પબ્લીક સ્કૂલ તેની વિવિધ ક્ષેત્રમાં અભ્યાસક્રમોથી ઓળખાય છે, ત્યારે નવીનતમ શિક્ષણ સહાય, સાધનો અને શિક્ષણ સુવિધાઓ, સ્વચ્છતા સલામતી અને સુરક્ષાનાં ધોરણો જાળવી રાખ્યા છે. વિદ્યાર્થીઓનો શિક્ષણ ઉપરાંત કલા, સંગીત અને નૃત્યના ક્ષેત્રે પણ પ્રોત્સાહન પૂરું પાડે છે.

દિલ્હી પબ્લીક સ્કૂલમાં શૈક્ષણિક અને ઐતિહાસિક પ્રવાસો, વિષય સંમેલન, વાંચન માટે પુસ્તકાલયો, સ્પોર્ટ્સ ક્લબ વગેરે સુવિધા સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપી વિદ્યાર્થીઑને જીલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીયસ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

દિલ્હી પબ્લીક સ્કૂલ જામનગરના અનેક વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રમાં જીલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી પ્રતિભા સાથે ઝળક્યા છે ત્યારે સ્કૂલમાં આપવામાં આવતી શિક્ષણ સુવિધા અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને એજ્યુકેશન ક્ષેત્રે કાર્યરત એવા બે મેગેઝિનમાં પ્રતિષ્ઠિત એજ્યુકેશન ક્ષેત્રના એવોર્ડ મેળવી દિલ્હી પબ્લીક સ્કૂલએ જામનગરને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવેલ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.