લગ્નના મોટાભાગના શુભ મુહૂર્તો lockdown મા સમાઈ ગયાં

અનેક પરિવારોએ મોકૂફ રાખવાની સ્થિતિ 

લગ્નના મોટાભાગના શુભ મુહૂર્તો lockdown મા સમાઈ ગયાં

Mysamachar.in-જામનગર

જામનગર સહિત દેશભરમાં વર્તમાન પરિસ્થિતિમાં lockdown જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સરકાર દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને  મહત્વ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈએ વિચાર્યું ન હોય તેમ લગ્ન ઈચ્છુક લોકો આ સમયમાં લગ્ન ગ્રંથીથી કેમ જોડાતા નથી તે પ્રશ્ન સહેજે ઉઠવા પામે..... પણ જાણકારો કહે છે કે દેશમાં માર્ચ મહિનાના ૨૧ દિવસનું lockdown જાહેર કરવામાં આવ્યું અને ત્યારબાદ પુનઃ ૧૯ દિવસનું lockdown જાહેર કરવામાં આવ્યું છે,lockdown ના આ સમયગાળામાં લગ્ન માટેના આવતા તમામ મૂહર્ત આવી જતા હોવાથી અનેક પરિવારજનોએ લગ્નસમારંભ મોકૂફ રાખવા પડે તેવી સ્થિતિ પણ થઇ છે, અને વિધ્વાનો દ્વારા લગ્નના શુભ મુહૂર્તો આ વર્ષમાં એટલે કે 2020ના  હોવાની બાબતો દર્શાવવામાં આવી રહી છે જેના પગલે લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓએ હવે લાંબો ઇન્તજાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે,