ડાન્સ હતો ચાલુ,મહિલાઓ ઝુમતી હતી,અને પહોચી પોલીસ...

તમામ છે ગર્ભશ્રીમંત

ડાન્સ હતો ચાલુ,મહિલાઓ ઝુમતી હતી,અને પહોચી પોલીસ...

Mysamachar.in-સુરત:

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ઓઇસ્ટર હોટલમાં ગત મોડી રાત્રે પોલીસ કમિશ્નરની સુચનાથી ઉમરા પોલીસે દરોડો પાડયો ત્યારે મહિલાઓ દારૂ પીને નશામાં ડાન્સ કરતી હતી.માનવામાં આવી રહ્યું છે કે  કિટી પાર્ટી માટે આ તમામ મહિલાઓ હોટેલમાં એકઠી થઇ હતી અને પોલીસને જોઇને હોશ ઉડી ગયો હતો.રેઇડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મોડી રાત્રે મેડીકલ ટેસ્ટ માટે મહિલાઓને સિવિલ હોસ્પિટલમાં ખાતે લઇ જવામાં આવી ત્યારે શહેરના નામી લોકોની હાજરી હોસ્પિટલ ખાતે જોવા મળી હતી,

જાણવા મળેલી માહિતી મુજબ કિટી પાર્ટીમાં નહીં બોલાવાયેલી એક નારાજ મહિલાએ પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માને ફોન કરીને દારૂની મહેફીલ ચાલતી હોવાની માહિતી આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે,

પોલીસ જયારે હોટેલમાં પહોચી ત્યારે 21 મહિલા દારૂની મહેફીલ માણતા ઝડપાઇ ગઇ હતી. પોલીસે ઓઇસ્ટર હોટલની રૂમમાંથી દારૂની ચાર બોટલો પણ જપ્ત કરી હતી,પોલીસે દરોડા પાડયા ત્યારે કેટલીક મહિલાઓ તો ચાલી પણ નહોતી શકતી એટલી હદે દારૂ  ના નશામાં ચૂર થઇ ચુકી હતી,પોલીસ મહિલાઓને સિવિલ હોસ્પિટલમાં મેડીકલ તપાસ માટે લાવી ત્યારે પરિવારજનો લકઝરી કાર લઇને સિવિલ દોડી આવ્યા હતા.પોલીસ દારૂ સિવાય નશીલા  પદાર્થ  પણ હતા કે કેમ તેની તપાસ કરી રહી છે,

વધુમાં એવું પણ સામે આવ્યું છે કે પકડાયેલી મોટાભાગની મહિલાઓ આવી કોઈ શરાબ પાર્ટીમાં ગઈ હોવાની વાતથી તેમના પરિવારજનો પણ અજાણ હતા,મહિલાઓ પકડાઈ અને તેમના પતિ અથવા પરિવારજનોને જાણ થઈ તો તેઓ પણ ચોંકી ગયા હતા. કારણ કે શરાબ પાર્ટીમાં જવા માટે આ મહિલાઓએ ઘરે અલગ અલગ બહાના કાઢ્યા હતા. કોઈએ ઘરે કહ્યું હતું કે, તે ફ્રેન્ડની જન્મદિવસની પાર્ટીમાં જાય છે.તો કોઈએ ફ્રેન્ડની મેરેજ એનિવર્સરીમાં જવાનું બહાનું બનાવ્યું હતું. મહિલાઓ પકડાતા પરિવારજનો પણ ચોંક્યા હતા.

ઝડપાયેલી તમામ મહિલાઓ સુરતના ગર્ભશ્રીમંત પરિવારની છે. મહિલાઓને શરાબની વ્યવસ્થા હોટલ તરફથી કરાઈ હતી કે પછી કોઈ અન્યએ કરી હતી તેની તપાસ પોલીસે શરૂ કરી છે. સાથે જ પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે.રાત્રે તમામ મહિલાઓને નોટિસ આપી ઘરે મોકલાઇ હતી.પોલીસે કિટી પાર્ટીમાં દારૂ પીવાનો કેસ નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે.આજે સવારે તમામ મહિલાઓને નોટિસ આપી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા ફરમાન કરાયું છે.
સુરતની મહિલાઓની આ પાર્ટી એ સુરત શહેર ઉપરાંત સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

આ રહ્યું મહિલાઓના નામનું લીસ્ટ

(1)કાજલબેન મનોજભાઇ ચાવાલા .ભારતીપાર્ક સોસાયટી , અંબિકાનિકેતન પાસે
(2) આરતીબેન યશભાઇ  શાહ  સી૨૦૨ ફોરસિઝન એપાર્ટમેન્ટમેન્ટ,પીપલોદ 
(3)ધનિશાબેનઅમરીષભાઇ વડીયા, ગોકુલ રો-હાઉસ,પીપલોદ
(4) નિધીબેન વિકાસ  જુનેજા, સુભાષનગર સોસાયટી, ઘોડદોડ રોડ 
(5) બિંદીયાબેન દીપક  મલહોત્રા  આઇકોનીક એપાર્ટમેન્ટ ,વેસુ 
(6)મોનાબેન અશોક  રાય ઉ.વ.સુદર્શન એપાર્ટમેન્ટ સિટીલાઇટ
(7)કરીશ્માબેન ફીરોજખાન હાફીસખાન  રોયલહેરીટેઝ કોઝ-વે રોડ, અડાજણ 
(8) રોહીણીબેન રોહીત શેઠ હેપી રેસીડેન્સી, ઉધના મગદલ્લા રોડ
(9) રાનુબેન સુમીત  કુમાર  આશીર્વાદ પેલેસ, ભટાર 
(10) સાક્ષીબેન રવી  થદાની શીતલ એપાર્ટમેન્ટ ઘોડદોડ રોડ
(11) શીખાબેનઅતુલ  ખુલ્લર  આશિર્વાદ રેસીડેન્સી,સિટીલાઇટ
(12)મોનાબેન અગ્નીશ  મોદી  દિવાળી બાગ, અઠવાલાઇન્સ
(13) આરતીબેન અનિલ  ચોપરા  રત્નસાગર એપાર્ટમેન્ટ , પીપલોદ 
(14)ક્ષિપ્રા બેનશૈશવ  જૈન  હેપી રેસિડેન્સી,જોલી , વેસુ
(15) શિલ્પાબેન કુણાલ બજાજ  બ્રીજવાટીકા એપાર્ટમેન્ટ પાર્લે પોઇન્ટ 
(16) હર્ષાબેન કમલ ચૌધરી માધવબાગ એસ્ટેટ. ભટાર રોડ
(17) નિરકમલબેન વિકાસ મોગા સેરેટોન લકઝરી, VIP રોડ
(18) પ્રિયાંશાબેન વરૂણભાઇ ખન્ના રત્નધામ એપાર્ટમેન્ટ, પીપલોદ 
(19) મોનીકાબેન હીરેન અ દમણવાલા   મેઘદૂત સોસાયટી,પોલીસ અઠવાલાઇન્સ 
(20) રીનાબેન હરૂ  રોય  રત્નસાગર એપાર્ટમેન્ટ, પીપલોદ
(21) મમતાબેન અખીલ દાવર રાજવૈભવ એપાર્ટમેન્ટ .પાર્લે પોઇન્ટ