વોટર ચાર્જના ૮ કરોડ રૂપિયા ૩૦૦ જગ્યાએ દબાયા

એક તરફ નાણાભીડ અને ઉપરથી વસુલાતમાં આળસ

વોટર ચાર્જના ૮ કરોડ રૂપિયા ૩૦૦ જગ્યાએ દબાયા
file image

Mysamachar.in-જામનગર:

જામનગર કોર્પોરેશનના વોટર ચાર્જના જંગી રૂપિયા માત્ર જુજ જગ્યાએ દબાઈ છે, જે વસુલ ન થતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને દસહજારથી વધુ રકમની તમામ બાકી વસુલાત અને મીટર કનેક્શન વાળી જંગી રકમ વસુલી ૩૧ ડીસેમ્બર સુધી રિપોર્ટ કરવાનુ કહ્યુ હતુ પરંતુ તે લીમીટ જતી રહી તો પણ હજુ સુધી રિપોર્ટ ન કરી ને ચેરમેનના આદેશનો ટેક્સ વિભાગે ઉલાળીયો કર્યો છે, જો કે મોટા મન ના ચેરમેને આ બાબત મનમાં લીધી નથી, મીટર કનેક્શનવાળા હાઇરાઇઝ બીલ્ડીંગના અને સરકારી અર્ધસરકારી વિભાગોમાંથી મળીને કુલ ૩૦૦ જગ્યાએથી વોટર ચાર્જના  રૂપિયા ૮ કરોડ વસુલવાના બાકી છે, તેમ છતા એક લાખથી વધુ નળ જોડાણધારકો નિયમિત વોટર ચાર્જ ભરે છે, પરંતુ આ ૩૦૦ જેટલા સ્થળોએથી મળીને ખુબ મોટી રકમ બાકી હોવા છતા ટેક્સ વિભાગ લાચાર છે, ઉપરથી સ્ટેન્ડીંગ ચેરમેન આદેશ કરે છે બાદ પણ કંઇ વસુલાત થતી નથી.!