પત્ની પર શંકા કરીને હત્યા કરવાના કિસ્સામાં અદાલતે આપ્યો ચુકાદો

આ રીતે કરી હતી હત્યા

પત્ની પર શંકા કરીને હત્યા કરવાના કિસ્સામાં અદાલતે આપ્યો ચુકાદો

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં ૨ વર્ષ પૂર્વે પત્ની પર શંકા કરીને પતિએ આવેશમાં આવી છરીના ઉપરાછાપરી ઘા મારીને પત્ની હત્યા કરવાના ચકચારી બનાવમાં જામનગર અદાલતે ચુકાદો આપીને પતિને આજીવન કેદની સજા ફટકારી છે,

હત્યાકેસના આ બનાવની વિગત એમ છે કે જામનગર ખોડીયાર કોલોનીમાં રહેતા કિશોરસિંહ સોઢા  પત્ની પર વારંવાર શંકા કુશંકા કરીને તા.૧૯/૦૮/૨૦૧૭ના રાત્રિના ઘરે પત્ની સાથે માથાકૂટ કરીને  છરી વડે હુમલો કરી પત્નીની હત્યા નીપજાવ્યા બાદ પોલીસ સ્ટેશને હાજર થયો હતો અને પોતે પોતાની પત્નીની હત્યા કરી હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી કરીને કિશોરસિંહની ધરપકડ કરી હતી. ત્યારબાદ મૃતક પરણિતાના પરિવારજનોએ પણ કિશોરસિંહ સોઢા સામે દુઃખ,ત્રાસ અને પોતાની પત્ની પર શંકા કરતો હોવાની ફરિયાદ નોંધાવી હતી,

ત્યારબાદ પોલીસે અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ આ હત્યા કેસ જામનગરની સેશન્સ અદાલતમાં ચાલી જતા તમામ સાહેદો અને આરોપીની કબૂલાત તેમજ સરકારી વકીલ કોમલબેન ભટ્ટની દલીલો ધ્યાને લઈને અદાલતે આરોપી કિશોરસિંહ સોઢાને આજીવન કેદની સજા ફટકારી છે.