ડેન્ગ્યુએ હવે તો હદ કરી... મોતનો આંકડો સતત વધી રહ્યો છે.

સાવચેતી કેળવવી લોકો માટે પણ અનિવાર્ય

ડેન્ગ્યુએ હવે તો હદ કરી... મોતનો આંકડો સતત વધી રહ્યો છે.

Mysamachar.in-જામનગર:

જામનગર ડેન્ગ્યુંના સકંજામાં એવું તો આવ્યું છે કે બહાર નીકળવાનું નામ લેતું નથી, આરોગ્યતંત્ર ના લાખ પ્રયાસો છતાં પણ ડેન્ગ્યુના કેસો ઘટવા ને બદલે સતત ને સતત વધી રહ્યા છે, ખાસ તો જામનગર શહેર અને બાદમાં ગ્રામીણ વિસ્તારોમાં ડેન્ગ્યુંના કેસોમાં થઇ રહેલા વધારાથી જી.જી. હોસ્પિટલમાં પથારીઓ ખૂટી ગઈ છે, અને તબીબો દિવસરાત જોયા વિના દર્દીઓની સારવાર માટે લાગી પડ્યા છે,

તો જીલ્લા અને શહેરનું આરોગ્યતંત્ર આરોગ્યવિષયક કામગીરીનો વ્યાપ વધારવાને બદલે મીટીંગોમાં વધુ વ્યસ્ત રહેતું હોય તેમ લાગે છે, તેમાંય જીલ્લાના આરોગ્ય વિભાગને તો ડેન્ગ્યુના રોગચાળા વચ્ચે સ્વપ્રસિદ્ધિ નો મોહ જવાનું નામ લેતો નથી, એવામાં આજે જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ એક ડેન્ગ્યું પોજીટીવ ૬૨ વર્ષીય વૃદ્ધ નું મોત થતા ડેન્ગ્યુંથી મોતનો આંકડો જી.જી.હોસ્પિટલમાં ૧૧ અને ખાનગી હોસ્પિટલમાં ૩ મળીને ૧૪ પર પહોચ્યો છે. તો ગઈકાલે એક જ દિવસમાં ડેન્ગ્યું પોજીટીવના જામનગર શહેરમાં ૩૩ જયારે ગ્રામીણ વિસ્તારમાં ૭ પોજીટીવ દર્દીઓ નોંધાયા હોવાનું સતાવાર જાહેર થયું છે.અત્રે એ બાબત પણ ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે પણ સ્વીકાર કર્યો છે કે જામનગર ડેન્ગ્યું થી સૌથી વધુ પ્રભાવિત છે.