પુત્ર જન્મની પાર્ટી આપે એ પહેલા જ કોન્સ્ટેબલ દારૂ સાથે પકડાયો

રંગમાં ભંગ પડ્યો

પુત્ર જન્મની પાર્ટી આપે એ પહેલા જ કોન્સ્ટેબલ દારૂ સાથે પકડાયો

Mysamachar.in-ખેડબ્રહ્માઃ

રાજ્યમાં દારૂબંધી હોવા છતા મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાના તો અનેક આક્ષેપો થઇ રહ્યાં પરંતુ સાથે સાથે દરરોજ મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પણ પકડાઇ રહ્યો છે. પરંતુ રક્ષક જ ભક્ષક બને તો કેવી સ્થિતિ બને તેનું ઉદાહરણ આપતી ઘટના ખેડબ્રહ્મામાં બની છે. અહીં પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર કટારા અને 2 TRB જવાન દારૂની બોટલ સાથે રંગેહાથ ઝડપાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ચકચારી મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર કટારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે મહેન્દ્રના ઘરે પુત્રનો જન્મ થયો હોવાથી તેઓએ તેની ખુશીમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં દારૂની થોથ બોલાવવા માટે તે પોતે સ્વિફ્ટ કાર લઈને રાજસ્થાન દારૂ લેવા માટે ગયો, જો કે દારૂ લઇને પરત આવ્યો તો સ્ટેટ મોનિટરિંગની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી 10,960 રૂપિયાનો દારૂ તથા મોબાઇલ-રોકડ સહિત 4 લાખ 82 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.