એક ક્લિકથી જાણો ફાસ્ટેગને લગતી તમામ જાણકારી

જો સિસ્ટમ બંધ હશે તો ?

એક ક્લિકથી જાણો ફાસ્ટેગને લગતી તમામ જાણકારી
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

RTO ચેકપોસ્ટ હટાવ્યા બાદ વાહન વ્યવહારને લઇને એક મહત્વનો નિયમ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે 1 ડિસેમ્બરથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં લાગુ થઇ જશે. સરકારનો દાવો છે કે લોકો સુધી ફાસ્ટેગની તમામ માહિતી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે રાજ્યના મોટા ભાગના વાહનચાલકોમાં હજુ ફાસ્ટેગ અંગે પૂરતી જાણકારી નથી. આ નિયમોને લઇને વાહન ચાલકોમાં અનેક સવાલો ઉદભવી રહ્યાં છે. જેમ કે ફાસ્ટેગ શું છે અને ક્યાંથી મળશે ? કેવી રીતે સિસ્ટમ ઓપરેટ થશે ? તેની કિંમત કેટલી ?

ફાસ્ટેગને સીધા શબ્દોમાં સમજીએ તો એક એવી વ્યવસ્થા જેમાં તમારે ટોલ પ્લાઝા પર રોકડા રૂપિયા ભરવાને બદલે તમારા વાહન પર એક સ્ટીકર લગાવવામાં આવ્યું હશે જે ટોલ પ્લાઝા પર સ્કેન થઇ જશે અને તમારા ખાતામાંથી પૈસા કપાઇ જશે. જેવી રીતે તમે રિચાર્જ કુપન લેતા હતા તેવી જ રીતે તમારે ફાસ્ટેગનું રિચાર્જ કરવાનું રહેશે, ફાસ્ટેગ વેલિડીટી પાંચ વર્ષ સુધીની હોય છે. એક વાર ફાસ્ટેગ ખરીદ્યા બાદ તેને રિચાર્જ કરાવવાનું હોય છે. અથવા તમે ટોપ-અપ પણ કરાવી શકો છો.  ફાસ્ટેગ એ એવી વ્યવસ્થા છે જેમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ટોલ પેમેન્ટ સીધા તેની સાથે સંકળાયેલા પ્રિ-પેઈડ એકાઉન્ટમાંથી થાય છે. ફાસ્ટેગને તમારા વીન્ડસ્ક્રીન ઉપર ચોંટાડવામાં આવે છે. તેના કારણે તમારા ફાસ્ટેગ સ્ટીકરની ફ્રીકવન્સી ટોલપ્લાઝમાં લાગેલ સેન્સર સાથે મેચ થઈ જાય છે અને વાહન ચાલક ત્યાંથી પસાર થઈ શકશે.

જો તમારા વાહન પર ફાસ્ટ ટેગ નથી લાગ્યું અને તમે ટોલ પ્લાઝા પર Fastag લેનથી પસાર થશો તો તમારે ડબલ રકમ ચૂકવવી પડશે. ટોલ પ્લાઝા પર એક લાઈન ફાસ્ટ ટેગ વિનાના વાહનોને માટે પણ હશે અને તેમની પાસેથી સામાન્ય ટેક્સ વસૂલવામાં આવશે. કેસ લેન એક જ હોવાથી જો તમારી પાસે ફાસ્ટેગ નહીં હોય તો ટોલ પ્લાઝા પર તમારે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડી શકે છે. ફાસ્ટેગ માટે ફોટોગ્રાફ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઇડી, આધાર કાર્ડના પુરાવા જોઇશે. ઓનલાઇન ઉપરાંત ખાનગી અને સરકારી બેંક તેમજ ટોલટેક્સ પરથી ફાસ્ટેગ મળશે. ફાસ્ટેગ માટે રૂપિયા 200ની ફી એકવાર ચૂકવવાની રહે છે. વાહનના પ્રકારના આધારે રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી થાય છે.