ગીરસોમનાથ:પરવાનગી વિના હોટેલ અને રેસ્ટોરન્ટ ચાલતા હોવાની માહિતી ને આધારે કરાયું ચેકિંગ...

બે દિવસ પૂર્વે સાસણ મા પણ થયું હતું ચેકિંગ

ગીરસોમનાથ:પરવાનગી વિના હોટેલ અને રેસ્ટોરન્ટ ચાલતા હોવાની માહિતી ને આધારે કરાયું ચેકિંગ...

mysamachar.in-ગીરસોમનાથ:

માળિયા હાટીના અને જલંધર દેવળીયા પાર્ક સહિતના વિસ્તારોમાં અમુક હોટેલો અને રેસ્ટોરન્ટ મંજૂરી વિના ધમધમી રહ્યાની માહિતીને આધારે આવા એકમો પર ગઈકાલે મેંદરડા પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમ ચેકિંગ અર્થે પહોચી હતી,આ ચેકિંગ દરમિયાન વનવિભાગના ના અધિકારીઓ ને પણ સાથે રાખવામાં આવ્યા હતા,

તપાસ બાદ પ્રાંત અધિકારી જીજ્ઞા દલાલ એ જણાવ્યું હતું કે વનવિભાગ દ્વારા જે રીતે મંજૂરી વિના આવા એકમો ચાલી રહ્યાની રજૂઆત હતી તેની તપાસ કરી અને તેની પાસે આધારો માંગવામાં આવ્યા છે,અને તેને નોટીસો આપી અને બે દિવસમાં આધારો રજુ કરવાની તક આપવામાં આવી છે અને જો આધાર રજુ કરવામાં નિષ્ફળ જશે તેની સામે નિયમ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.