આંગણવાડીઓની કરો તપાસ:એક મા

આંગણવાડીઓની કરો તપાસ:એક મા

Mysamachar.in-સુરેન્દ્રનગર:
આપનું બાળક પણ જો સરકારી આંગણવાડીમાં જતું હોય તો જાગૃતતા દાખવવી દરેક વાલીની ફરજ છે,પણ આપણે ત્યાં આવું કરતાં વાલીઓ ખચકાટ અનુભવતા હોય છે,ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમાં રહેતા પ્રાર્થનાબેન સચિન ભાઈ પીઠવા એ મામલતદાર ને એક રજૂઆત કરી છે,તેમાં તેવોએ જણાવ્યું છે કે રાણા ઓટો-લીંબડી ની પાછળ આવેલ આંગણવાડી કેન્દ્ર નં.૨૧ માં તેવોની પુત્રી વૃંદા જાય છે,આ આંગણવાડી કેન્દ્રમાંથી બાળકીઓને કીટ આપવામાં આવે છે. આ કીટમાં ઘઉં, તેલ, દાળ વિગેરે વસ્તુઓ આપવામાં  આવે છે. જે વસ્તુઓ આપવામાં આવે છે તે સારી ગુણવતાની  હોતી નથી અને વજનમાં પણ ઓછી આપવામાં આવે છે. આ કિટમાં  આપવામાં આવેલ ઘઉં ધનેડાવાળા, ઈયરોવાળા, અને બટાઈ ગયેલા આપવામાં આવેલ છે. આ ઘઉ જો જાનવર ને પણ આપવામાં આવે તો તેમને પણ આફરો ચડી જાય. તો નાના બાળકોનું તો શું થાય તેવી રજૂઆત કરાઈ છે,ત્યારે આ તેમજ અન્ય  આંગણવાડી કેન્દ્રમાં જાત તપાસ કરવા મામલતદારને લેખિત રજૂઆત અપાઈ છે.