ગુજરાતની ૨૫  બેઠકોના ઉમેદવારોની યાદી પર આજે લાગી શકે છે મહોર

આજે કદાચ નામો થાય જાહેર

ગુજરાતની ૨૫  બેઠકોના ઉમેદવારોની યાદી પર આજે લાગી શકે છે મહોર

mysamachar.in-ગાંધીનગર:

ભાજપ દ્વારા તબક્કાવાર લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની યાદી જાહેર કરેલ છે ત્યારે ગુજરાત લોકસભાની ૨૬ સીટોમાંથી ગાંધીનગર સીટ પરથી અમિત શાહ ને ઉમેદવાર જાહેર કરાયા બાદ આજે દિલ્હી ખાતે ગુજરાત કોર કમિટીની બેઠકમાં સીએમ વિજય રૂપાણી ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના આગેવાનો દોડી ગયા છે અને ગુજરાતની બાકી રહેતી 25 લોકસભાની સીટો માટે ક્યા ઉમેદવારને ઊભા રાખવા તે નામો નક્કી કરવા તે અંગેનું મનોમંથન ચાલી રહ્યું છે,ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ આ અંગે આખરી નિણર્ય લેશે,

લગભગ આજે ગુજરાત ની લોકસભાની 25 સીટો ના ઉમેદવારોના નામો નક્કી થયા બાદ મોડી સાંજ સુધીમાં યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ આવતીકાલે કોંગ્રેસની પણ દિલ્હીમાં બેઠક યોજાશે જેમાં ગુજરાતના બાકી રહેતા 22 ઉમેદવારોના નામો પર ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ દ્વારા પણ યાદી બહાર પાડવામાં આવે તેવી સંભાવના રહેલી છે.