માતૃત્વ પ્રાપ્તિ અભિયાન અંતર્ગત દ્વારકા,જામખંભાળિયા,જામનગરમાં યોજાશે કેમ્પ

માતૃત્વ પ્રાપ્તિ અભિયાન અંતર્ગત દ્વારકા,જામખંભાળિયા,જામનગરમાં યોજાશે કેમ્પ

Mysamachar.in-જામનગર:

રાજકોટની ડિવેરા આઇવીએફ હોસ્પિટલ ફોર રિ-પ્રોડક્ટિવ મેડિસિયન દ્વારા માતૃત્વ પ્રાપ્તિ અભિયાન હેઠળ આગામી તા.૨૬ના રોજ દ્વારકા,તા.૨૭ના રોજ જામખંભાળિયા અને તા.૨૮ના રોજ જામનગર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,

જેમાં દ્વારકા ખાતે તા.૨૬ના રોજ દુલી માસ્તરનું બાલમંદિર,એમ.જી.રોડ,ત્રણબત્તી ચોક ખાતે તેમજ તા.૨૭ના રોજ જામખંભાળિયા ખાતે સાકેત ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ડો સર્જરી રેલ્વેસ્ટેશન પાસે કે.કે.મોલની પાછળ અને તા.૨૮ના રોજ જાનકી મેટરનીટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, પ્રથમ માળ, નેક્સસ બિલ્ડીંગ,એસ.ટી.રોડ ખાતે કેમ્પનું આયોજન કરાયું છે,

જેમાં રાજકોટની ડિવેરા હોસ્પિટલના તજજ્ઞો દ્વારા માતૃત્વ પ્રાપ્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.જે પુરુષો શુક્રાણુની તકલીફ,શુક્રાણુની ખામી અથવા શુક્રાણુ ન બનતા હોય તેવા પુરુષો અને ગર્ભાશયની તકલીફ, સ્ત્રીબીજની સમસ્યા ધરાવતી મહિલાઓ આ કેમ્પમાં ભાગ લઇ શકશે. વધુ વિગત માટે ૮૧૨૮૨ ૩૬૧૫૧, ૯૪૦૮૧ ૪૪૫૬૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.