જામનગરમાં કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરીને બિરદાવતા કેબિનેટમંત્રી અને સાંસદ

જામનગરમાં કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરીને બિરદાવતા કેબિનેટમંત્રી અને સાંસદ

Mysamachar.in-જામનગર

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્રની જહેમતને કેબિનેટમંત્રી આર.સી.ફળદુ તેમજ સાંસદ પૂનમબેન માડમ દ્વારા બિરદાવવામાં આવી હતી, જામનગર જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે રાહત સહાય સહિતની કામગીરીની યોજાયેલી સમીક્ષા બેઠકમાં જરૂરિયાતમંદ લોકોને કીટ પહોંચાડવાની કામગીરી અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણાઓ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કરવામાં આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવતી કીટની કાર્યવાહી અંગેનું નિરીક્ષણ સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આગામી પગલાં અંગે માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા, આ બેઠકમાં કોરોના સંક્રમણ સંદર્ભે કરવામાં આવેલી વિવિધ પ્રકારની કામગીરીનો અહેવાલ સક્ષમ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો વહીવટી તંત્રની જહેમતને સાંસદ દ્વારા બિરદાવવામાં આવી હતી.