ગ્રામીણક્ષેત્રથી શહેર સુધી,ખેડૂતોથી માંડી મહીલા,યુવા તમામ વર્ગને આવરી લેતુ અંદાજપત્ર:સાંસદ પૂનમબેન માડમ

ગ્રામીણક્ષેત્રથી શહેર સુધી,ખેડૂતોથી માંડી મહીલા,યુવા તમામ વર્ગને આવરી લેતુ અંદાજપત્ર:સાંસદ પૂનમબેન માડમ

Mysamachar.in-જામનગર:

વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વમાં નાણામંત્રી  નિર્મલા સીતારમન  દ્વારા સંસદમાં રજુ કરાયેલા ૨૦૧૯-૨૦ના અંદાજપત્રને ગ્રામીણ ક્ષેત્રથી લઈ શહેરસુધી અને ખેડૂતોથી માંડી મહીલા-યુવા તમામ વર્ગને આવરી લેતુ હોવાનું ૧૨-જામનગર લોક્સભાના સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યું છે.તેમજ ઉમેર્યુ છે કે મધ્યમવર્ગ ઉપર કોઈપણ પ્રકારના વધુ ભારણ ન હોય,અંત્યોદયની સેવાઓના વ્યાપને વિસ્તારતી જોગવાઈઓ હોય કેન્દ્રીય બજેટ બહોળા વર્ગને મજબુતી આપનારૂ બની રહેશે.

ડીજીટલ ઈન્ડીયા, ઈઝ ઓફ લીવીંગ અને મેક ઈન ઈન્ડીયાને પણ સાકાર કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓનો બજટેમાં સમાવેશ કરાયો છે,સાથે-સાથે સ્ટાર્ટઅપ ઈન્ડીયા દ્વારા શૂન્યથી માંડી ભવ્ય સર્જન કરનારી અને દરેક ઉધોગ સાહસીકોના તમામ સ્વપ્નાઓ સાકાર કરનારી સાહસીક યોજનાઓ રાષ્ટ્રને વૈશ્વિકફલક પર નોંધપાત્ર ઉચાઈઓ પ્રાપ્ત કરાવશે તેવો વિશ્ર્વાસ આ તકે સાંસદ  પૂનમબેન માડમે વ્યક્ત ર્ક્યો હતો. 

ખેડૂતોને પૂરતા પાણી,વિજળી અને વધુ પોષણક્ષમ ભાવ આપતી જોગવાઇઓ સાથે જીવનધોરણ ઉંચુ લાવવાનો સરકારનો ધ્યેય છે,તેમજ ટેક્સ રાહતોથી વેપારીઓની નાણાકીય કટોકટી હળવી  કરવાની દિશામા લેવાયેલા પગલા ઉપરાંત ઉદ્યોગ જગત  વેગવંતો બની ઉત્પાદન અને  રોજગારી વધે તેવા આર્થિક સુધારા કરાયા હોય આ અંદાજપત્ર ખેતી ,વેપાર,ઉદ્યોગ ક્ષેત્રે ગતિશીલતા આપનારૂ બની રહેશે.

તેવી જ રીતે મહિલાઓને સ્વનિર્ભર કરવા ઓવરડ્રાફ્ટ-લોન સહિતની સુવિધાઓ,ઘરના ઘર માટેના  લાભનો વ્યાપ છેવાડાના વિસ્તાર સુધી વધારી બહેનો સહિત પરિવારો માટે સાનુકુળતા,બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણની વિશેષ જોગવાઇઓથી સર્વાંગી વિકાસ નો લક્ષ્યાંક રખાયો છે.

મહિલાઓને વધુ સાહસીક બનાવવા, યુવાનોને દિશાસૂચન સાથે રોજગારના વ્યાપ વધારવા, બાળકોની તંદુરસ્તી સુધારવી, શ્રમયોગીઓ-વેપારીઓ-ઉધોગકારોને વધુ  સુવિધાઓ આપવી, કારોબારીઓને આર્થિક સલામતી પુરી પાડવી, તેના સહિતની રાષ્ટ્રના આધાર સમાન બાબતોને તો આવરી લેવાઇ છે.સાથે-સાથે નવી શિક્ષણનિતી જેના ઉપર રાષ્ટ્રનો પાયો વધુ મજબતુ થશે તે ઉપરાંત, વીજળી-પાણી-રોડ અને અવકાશી પરિવહન-સંશોધન-ઉત્પાદન-નિકાસ-કર માળખા -ડીજીટલાઈઝશેન-ટેકનોલોજી-વિજ્ઞાન-આરોગ્ય-આવાસ-બેંકીંગ સહિતના ક્ષેત્રમાં બારીકાઈથી અભ્યાસ કરી નાની-નાની અડચણો દુર કરી સરળતા કેવી રીતે સ્થાપી શકાય તેનો ઉડાણપૂર્વક અભ્યાસ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તે બાબતો તમામ વર્ગ અને તમામ ક્ષેત્ર માટે લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામલક્ષી અને અત્યંત ઉપયોગી બની રહેશે  તમે આ યાદીમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ વધુમાં જણાવ્યું છે.

એકંદર કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૧૯-૨૦ નું આ બજેટ રાષ્ટ્રનો દરેક આયામોથી વિકાસ થાય, દરેક વર્ગને રાહત થાય અને વધુ સુવિધાઓ મળે તમે જ માળખાકીય વિસ્તાર થાય અને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્ર માં પણ વિકાસ થાય તે રીતેનું અને સમગ્ર પણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસને આવરી લેતુ અને ‘ન્યુ ઈન્ડિયા’ને સાકાર કરનારૂં એવુ આ સંતુલીત બજેટ ભારતની મકકમ પ્રગતિની વિશ્ર્વ કક્ષાએ નોંધ કરાવનારૂ બની રહેશે તેમ આ યાદીના અંતમાં સાંસદ પૂનમબેને જણાવ્યું છે.