ભાઈએ બહેનને ઉતારી દીધી મોત ને ઘાટ..

શા માટે.?

ભાઈએ બહેનને ઉતારી દીધી મોત ને ઘાટ..

Mysamachar.in-રાજકોટ:

આજે ફરી એક વખત સંબંધોની હત્યા સમી એક ઘટના રાજકોટમાં સામે આવી છે,જેમાં ભાઈએ પોતાની બહેનનું ગળું દબાવી અને મોતને ઘાટ ઉતારી સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે,અવાર-નવાર પોતાની બહેન રિસામણે આવીને પિયરમાં આવી જતી હતી,જેના કારણે કંટાળીને ભાઇએ પોતાની બહેનનું ગળું દબાવીને હત્યા કરી નાખ્યાનો આ ચકચારી બનાવ સામે આવતા ભાઈ સામે ફિટકાર વરસી રહ્યો છે,


વિજય નામના યુવકની બહેન આરતીના થોડા સમય પહેલા લગ્ન થયા હતા,પરંતુ સાસરિયાઓમાં મનમોટાવ અને પારિવારિક ઝઘડાઓના કારણે અવાર-નવાર આરતીબેન રિસામણે આવીને પિયરે બેસી જતા હતા,અને વિજય તેમને મનાવીને પાછા સાસરિયે મૂકી આવતા હતા.

સાસરિયામાં ઝઘડો થાય કે તરત આરતી પિયર આવી જતી હતી,જેના કારણે અંતે કંટાળીને ભાઇ વિજયે આરતીનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી.પોતાની બહેનની હત્યા કર્યા બાદ વિજય પોતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો,વિજય પોલીસ સમક્ષ હાજર થઈ જતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ આરતીના મૃતદેહનો કબજો સંભાળીને PM માટે ખસેડવામાં આવી હતી.