વેલેન્ટાઇન ડેનો કલંકિત કિસ્સો, બર્થ ડે મનાવવા ઘરે બોલાવી અને પછી...

બર્થ ડેનો લાભ લઇ યુવકે કરી શરીરસુખની માંગણી

વેલેન્ટાઇન ડેનો કલંકિત કિસ્સો, બર્થ ડે મનાવવા ઘરે બોલાવી અને પછી...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-નવસારીઃ

આમનો દુનિયાભરમાં પ્રેમીઓ આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરશે પરંતુ નવસારીમાં વેલેન્ટાઇન ડે વીકમાં એક પ્રેમીએ પ્રેમિકા સાથે એવું કર્યું કે સમગ્ર વેલેન્ટાઇન ડે કલંકિક થઇ રહ્યો છે. વાત એવી બની કે નવસારીમાં બર્થ ડે પાર્ટી હોવાનું કહીને એક યુવકે સગીરાને ઘરે બોલાવી હતી. જે બાદ યુવકે સગીરાએ ના પાડવા છતાં શરીરસુખ માણ્યું હતું. આ મામલે સગીરાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે પોસ્કો એક્ટ હેઠળ આરોપી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

પ્રાપ્ત વિગત પ્રમાણે નવસારીના કાગદીવાડ ટેક્નિકલ સ્કૂલની સામે રહેતાં કેવલ રાઠોડનો બર્થ ડે હતો. એટલે તેણે પોતાના ઘરે બર્થ ડે પાર્ટી હોવાનું કહી પોતાની મિત્ર એક સગીરાને બોલાવી હતી. આમંત્રણ મળતા સગીરા કેવલના ઘરે પહોંચી હતી. બાદમાં બર્થ ડેનો લાભ લઇ કેવલે સગીરા પર દાનત બગાડી અને શરીરસુખની માગણી કરી, જો કે સગીરાએ સ્પષ્ટ ના પાડી દીધી. આવું થોડીવાર ચાલ્યું છતા સગીરા પોતાના પર અડી રહી અને શરીરસુખની ના ચાલુ રાખી. આ દરમિયાન કેવલે સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી હતી. અને બાદમાં સગીરા સાથે શારીરિક સંબંધ માણ્યો હતો. આ મામલે સગીરાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે પોસ્કો એક્ટ હેઠળ આરોપી યુવક કેવલની ધરપકડ કરી હતી.