બોગસ આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો...

આટલા પૈસા આપો એટલે નીકળી  જાય કાર્ડ..

બોગસ આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો...
symbolic image

Mysamachar.in-રાજકોટ:

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનામાં સામે આવ્યું છે એક કૌભાડ...આ કૌભાંડ આજે રાજકોટમાં ઝડપાયું છે, અહી આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મેળવવા માટે કેન્દ્રસરકારની યોજના હેઠળ બનતા આયુષ્માન કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ૬૦૦ થી ૭૦૦ રૂપિયામાં આ ડુપ્લીકેટ કાર્ડ બની રહયાનું છતું થતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે, રાજકોટ શહેરમાં આયુષમાન કાર્ડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર અને કલેક્ટરે તંત્ર દ્વારા સદર બજાર વિસ્તારમાં દરોડા પાડી અને મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે, અહી  બોગસ કાર્ડ બનાવી લોકોને છેતરવામાં આવતા હતા. એક કાર્ડ દીઠ 700 રૂપિયા લેભાગુઓ દ્વારા લેવામાં આવી રહ્યાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, અત્યાર સુધીમાં આવા કેટલા કાર્ડ બની ગયા તે પણ હવે તપાસ માંગી લેતો વિષય બન્યો છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. જે બાદ આ કૌભાંડ અંગેનું વધુ સત્ય બહાર આવશે.