પ્રેમ કરવા ભાવેશ સતત દબાણ કરતો હતો,અને પૂજા કંટાળી ગઈ..

પરિણીત છે ભાવેશ

પ્રેમ કરવા ભાવેશ સતત દબાણ કરતો હતો,અને પૂજા કંટાળી ગઈ..

Mysamachar.in-અમદાવાદ:

પ્રેમ..આ શબ્દ જ એવો છે કે જે એકવખત થઇ જાય...અને પ્રેમ પણ સાચો હોય તો શું જોય...પણ એકતરફી પ્રેમ ક્યારેક કોઈને એવો તો મજબુર કરી દે છે,કે યુવાઓના ભરવાના પગલાઓ ભરી લે છે,અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જે ખાસ તો કોઈના પ્રેમમાં હોય તેના માટે લાલબતી સમાન છે,અમદાવાદના ચાંદખેડા નજીક એક ગામમાં રહેતી પૂજા નામની યુવતીએ કેનાલમાં ઝંપલાવી મોતને મીઠું કર્યું છે,પૂજાના પિતાએ આપઘાતના કારણ પાછળ પરિણીત યુવક ભાવેશ  જવાબદાર હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.ભાવેશ પૂજાને વોટ્સએપ પર ફોન અને મેસેજ કરી પ્રેમ કરવા દબાણ કરતો હતો,પૂજાએ તેના માતા-પિતાએ જણાવ્યું હતું. તેની પત્ની અને પરિવારને કહેવા છતાં ન માનતા પૂજાએ કંટાળી આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.