લોકડાઉન વચ્ચે ભજીયા પાર્ટી ભારે પડી

બીજી વખત ભજીયા પાર્ટી બગડી,..

લોકડાઉન વચ્ચે ભજીયા પાર્ટી ભારે પડી

Mysamachar.in-અમરેલી:

આજે લોકડાઉનનો 16 મો દિવસ છે, ત્યારે લોકોનો ઘરમાં સમય પસાર ના થાય તે વાત સ્વાભાવિક છે, પણ અત્યારે આ સ્થિતિને સ્વીકારી અને સરકાર તરફથી આપવામાં આવતી સૂચનાઓને અનુસરી અને ઘરમાં રહો સુરક્ષિત રહેવું વધુ સારું છે, તો જ કોરોના સામેનો જંગ જીતી શકાશે, લોકડાઉન પીરીયડ વચ્ચે તાજેતરમાં જ વડોદરામાં ધાબા પર ભજીયા પાર્ટીની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં જ પોલીસનું ડ્રોન પહોચી જતા ભાગાભાગી થઇ પડી હતી, ત્યાં જ વધુ એક વખત ભજીયા પાર્ટી કરી રહેલા 5 લોકો સામે અમરેલી પોલીસે લાલ આંખ કરી છે. વાડીમાં કેટલાક યુવાનો એકત્ર થઇ અને ભજીયા પાર્ટી કરી રહ્યા હતા તેના ફોટોગ્રાફ્સ કોઈ જાગૃત નાગરિકે પોલીસને વોટ્સએપ પર મોકલતા પોલીસે કાર્યવાહી કરી છે, અને ફોટાના અનુસંધાને પોલીસ દ્વારા 5 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરાયો છે.