દેવભૂમિ દ્વારકા:RSPL કંપની નજીક આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસે બે ખેડૂતોની કરી અટકાયત.

જે લાઈન નાખવાની હતી તેમાંથી કંપનીને પાવર સપ્લાય આપવાની હતી

દેવભૂમિ દ્વારકા:RSPL કંપની નજીક આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસે બે ખેડૂતોની કરી અટકાયત.

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના કુરંગા ગામ નજીક RSPL ઘડી ડીટર્જન્ટ કંપની આવેલ છે,આ કંપની નજીક આવેલ વાડીવિસ્તારમાં થી આજે જેટકો દ્વારા વીજલાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી,પરંતુ ખેડૂતોના ખેતરમાં થી પસાર થઇ રહેલ વીજલાઈનને લઈને ખેડૂત દ્વારા આજે ફરીવખત વાંધો ઉપાડવામાં આવ્યો હતો અને જેટકો દ્વારા થઇ રહેલ કામગીરી નો ઉગ્ર વિરોધ દર્શાવવાની શરૂઆત કરી હતી,

જે બાદ બે ખેડૂતોએ એ RSPL કંપની નજીક પોતાના શરીરે કેરોસીન છાંટી દઈને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો,પણ કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે પૂર્વે જ પોલીસે બને ખેડૂતોની અટકાયત કરી અને દ્વારકાપોલીસ મથક ખાતે લઇ ગઈ હતી,

જો કે વિગતો એવી પણ મળી રહી છે કે જે લાઈન જેટકો દ્વારા નાખવામાં આવી રહી છે તેમાંથી RSPL કંપનીની પાવર સપ્લાય પૂરી પાડવાની હતી.