દિવસે મુકબધીર બનીને ભિક્ષા માંગતો શખ્સ બાંગ્લાદેશી નીકળ્યો..

જોઇન્ટ ઇન્ટ્રોગેશન થશે..

દિવસે મુકબધીર બનીને ભિક્ષા માંગતો શખ્સ બાંગ્લાદેશી નીકળ્યો..

mysamachar.in-દ્વારકા

દ્વારકા જીલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે,ખુબ મોટો દરિયાઈ વિસ્તાર છે,તો રિફાઈનરીઓ અને જગતમંદિર પણ આ જિલ્લામાં આવેલ છે,ત્યારે સુરક્ષા એજન્સીઓ ની નજર પણ આ જિલ્લા પર રહેતી હોય છે,ત્યારે દ્વારકા પોલીસને હાથ એક બાંગ્લાદેશી શખ્સ લાગ્યો છે,જેની સઘન પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે,

મળતી માહિતી પ્રમાણે દ્વારકા ના ગોમતીઘાટ પર વસવાટ કરતો અને દિવસે મુકબધિર હોવાનું નાટક કરી અને આવતા જતા લોકો પાસેથી ભિક્ષાવૃતિ કરતો હતો,અને આ જ શખ્સ રાત્રીના સમયે અંધારામાં કેટલાક લોકો સાથે વાતચીત કરતો હોવાથી સ્થાનિક લોકોને શંકા જતા તેવો દ્વારકા પોલીસને આ અંગે જાણ કરી હતી,

જેથી દ્વારકા પોલીસ પણ તેમના પર વોચ રાખી રહી હતી,અને વોચ બાદ તેને પોલીસ મથક ખાતે લાવી તેની પૂછપરછ કરતાં અંદાજીત ૨૨ વર્ષીય મહમદ મુશરફ નામનો યુવક છેલ્લા ત્રણ વર્ષથી બાંગ્લાદેશ થી આવી ને અહી વસવાટ કરતો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે,

દ્વારકા પોલીસ મથકના પીએસઆઈ એસ.વી.વસાવા ના જણાવ્યા પ્રમાણે હાલ તેની પૂછપરછ ચાલી રહી છે,અને સાથે જ એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ ને પણ આ અંગેની જાણ કરી દેવામાં આવી છે,અને જોઇન્ટ ઇન્ટ્રોગેશન પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ તેવોએ જણાવ્યું હતું.