દેવભૂમિ દ્વારકા:જીલ્લાપંચાયત ભાજપના સભ્યએ કોંગ્રેસમાથી પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું....

નવા હોદેદારોની વરણી થાય તે પૂર્વે જ ભાજપના એક સભ્યએ બળવો કરતાં સતાના સમીકરણો ફરી ગયા છે..

દેવભૂમિ દ્વારકા:જીલ્લાપંચાયત ભાજપના સભ્યએ કોંગ્રેસમાથી પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું....

mysamahar.in-દેવભૂમિ દ્વારકા

જામનગર થી અલગ પડેલ દેવભૂમિ દ્વારકા જીલ્લા ની જીલ્લાપંચાયતમાં ગત ચુંટણીમાં કોંગ્રેસ ના ૧૧ જયારે  ભાજપના ૯ અને અપક્ષના ૨ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા..જે બાદ ભાજપે બે અપક્ષ સભ્યોનું સમર્થન મેળવી લેતા બને પક્ષના સભ્યોની સંખ્યા એક સરખી થઇ જતા ચીઠી નાખીને પ્રમુખપદે કોણ તે નક્કી કરવામાં આવ્યું હતું..જેમાં કોંગ્રેસ પક્ષ તરફે ચીઠી નીકળતા પ્રમુખ પદે મિતલબેન ગોરીયાને પક્ષ દ્વારા નિયુક્ત કરાયા હતા..પણ પ્રમુખ સહિતના હોદેદારોની ટર્મ પૂર્ણ થતા આવતીકાલે ચુંટણી યોજાવા જઈ રહી છે..

નવા હોદેદારોની વરણી થાય તે પૂર્વે જ ભાજપના એક સભ્યએ બળવો કરતાં સતાના સમીકરણો ફરી ગયા છે..આજે ભાજપના અને લાંબા બેઠક પરથી ચૂંટાયેલ રેખાબેન રામભાઈ ગોરીયા એ આજે અચાનક જ ભાજપના સભ્ય મેરગ ચાવડા ની દરખાસ્તવાળું અને જીલ્લાપંચાયત ના પ્રમુખપદ માટેની ઉમેદવારીપત્ર ભરતા દેવભૂમિદ્વારકા ના રાજકારણમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે...જયારે ઉપપ્રમુખપદે પીઢ કોંગી આગેવાન પી.એસ.જાડેજા એ પણ ઉમેદવારીપત્ર ભર્યું છે...

હવે સ્થિતિ એવી આવી ને ઉભી રહી છે કે કોંગ્રેસ પાસે ભાજપના એક સભ્યના આવવાથી ૧૨ જયારે ભાજપ પાસે ૮ સભ્યો છે..જયારે ગતચુંટણી વખતે ભાજપને ટેકો જાહેર કરનાર બે અપક્ષો ક્યાં પક્ષ ને આવતીકાલે ટેકો આપશે તેના પર સૌની મીટ મંડાયેલી છે...જો અપક્ષો કદાચ ભાજપને ટેકો જાહેર કરે તો પણ ભાજપ દેવભૂમિદ્વારકા જીલ્લા પંચાયતમાં કબજે કરવામાં સફળ રહેશે નહિ તેમ હાલમા સભ્યોની સંખ્યા જોતા જણાઈ આવે છે..