ફક્ત સતા અને સતાથી પૈસા જોઈએ છે ભાજપને:વિક્રમ માડમ 

ખરીદવેચાણ સંઘ ચાલુ કરીને દેશની નૈતિકતાનું...

ફક્ત સતા અને સતાથી પૈસા જોઈએ છે ભાજપને:વિક્રમ માડમ 

Mysamachar,in:ગાંધીનગર:
રાજ્યસભાની ચુંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ તૂટી રહી છે, એક બાદ એક કોંગી ધારાસભ્યોના રાજીનામાં પડી રહ્યા છે, અને કોંગ્રેસ અને ભાજપના નેતાઓના નિવેદન આ મુદ્દાઓને લઈને આવી રહ્યા છે, ત્યારે ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે આજે ગાંધીનગર ખાતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમારા પાંચેક ધારાસભ્યોએ રાજીનાનું આપી દીધાના સમાચાર મારી પાસે છે, અને હજુ એકાદ ધારાસભ્યનું નામ આવે છે, પણ લેનારાએ લેવા પણ ના જોઈએ અને જનારા એ જવું પણ ના જોઈએ, જેટલી લાંચ લેવી એ ગુન્હો છે એ રીતે આપવી એ પણ ગુન્હો છે, અને સૌ જાણે છે કે કયો ખેલ ચાલી રહ્યો છે, ખરીદવેચાણ સંઘ ચાલુ કરીને દેશની નૈતિકતાનું અધ:પતન કરનાર પાર્ટી ભાજપ છે, અને કોઈપણ ભોગે સતા અને સતાથી પૈસા જોઈએ છે. અને જનતા જાગે તેવી વાત પણ વિક્રમ માડમે કરી હતી.