જળ સંચય માટે  હજુ જાગૃતિની જરૂર..

બગાડ અટકાવો-રીયુઝ કરો

જળ સંચય માટે  હજુ જાગૃતિની જરૂર..

Mysamachar.in-જામનગર:

વધતી જતી વસ્તી, વધતા જતા ઉદ્યોગ-ધંધાના વ્યાપ અને ગરમીના કારણે પાણીની ડીમાન્ડ વધતી જાય છે, એક તરફ સરકારી ધોરણો શહેર વિસ્તારમાં માથા દીઠ 140 લીટર અને ગ્રામ્ય વિસ્તારમાં 70 લીટરનું છે, પરંતુ હાલના સમયમાં તેનાથી વધુ પાણીની જરૂર રહે છે ત્યારે મુસીબત એ છે કે ડેમ, તળાવ, નદી, ચેકડેમ, કુવા, બોર બધે જ કાં તો પાણી નથી કાં તો નહીવત છે...આ સમયે આપણને જળ સંચય માટેનું મુખ્ય સમજાય તે સ્વાભાવીક છે, એક એક બેડા માટે બહેનોની પાણી માટેની રઝળપાટ જોઇને જો  ઘર આંગણે જ જળ સંચય હોય તો કેટલુ ઉપયોગી થાય તે બાબત સમજી શકાય આ બાબત અંગે સરકારી વિભાગો જે છેલ્લે જાગે તે ખરેખર કાળઝાળ ગરમીમાં લોકોને જળસંચય માટે સમજાવે તે યોગ્ય સમય છે આમેય પાણીનું ટીપેટીપુ બચાવવુ, જાળવીને ઉપયોગ કરવો, રીયુઝ કરવાની તાતી જરૂર છે.

કેમ કે ચોમાસાના ગાળા બાદના બે મહિના જ પાણીની સુગમતા રહે છે, બાદમા હાલાકી રહે માટે સમગ્ર વર્ષ પાણી જળવાય તે માટે સંગ્રહ અને બચત બંને ચોમાસામા જ કેળવી લેવા જોઇએ, જામનગરમાં અનેક પરિવારો એવા છે કે જે ચોમાસામાં વર્ષભરનો જળ સંચય કરી લે છે ઘરમાં ભોં ટાંકો અત્યારથી જ બનાવી રાખવો જરૂરી હોવાનું જળ સંચય નિષ્ણાંતોનો મત છે તે ટાંકો ગટર, સેફટી ટેન્ક, કે ભૂગર્ભ ગટરથી દૂર હોવો જોઇએ, તેમાં ઘરની અગાસી, મોભા, જેવાથી બધુ જ પાણી એકઠુ થઇ આવે તેવી વ્યવસ્થા કરી લેવી જોઇએ જેથી વરસાદી પાણી ફેલ ન જાય વળી ઘરમાં બોર-ડંકી હોય તેને રીચાર્જ કરવા માટે તેની પાસેથી નળી (મોટી) મુકી અગાસીમાંથી કે પાઇપથી આવતુ વરસાદી પાણી સગ્રહાય જાય તેવી વ્યવસ્થા કરી લેવી જોઇએ. 

વળી ઘરની આસપાસ જ્યાં જમીન હોય ત્યાં કે જ્યાં વૃક્ષો હોય ત્યાં કયારા કરી રાખવા જોઇએ તેમણે સલામત રીતે જેથી તેમાં પાણી એકઠુ થાય ઉતરે અને જમીનમાં ભેજ સંગ્રહ (પાણીની સાથે) થાય, ઉપરાંત વારંવાર વરસાદ આવે ત્યારે વરસાદી પાણીથી ઘરમાં પાણી ભરવાના વાસણો ભરી તે પાણી ઉપયોગમાં લેવું જોઇએ તેવી જ રીતે ગામમાં ચેકડેમ,  કુવા,  ડંકી,  બોર, તળાવ,  ડેમ વગેરેમાં વરસાદી પાણી પુરતુ સંગ્રહ થાય તેવું આયોજન કરવા તંત્રને સહયોગ આપવો જોઇએ.

-વરસાદી પાણી સંગ્રહ હશે તો ઉનાળામાં તકલીફ ન પડે...
દરેક વખતે તંત્ર પહોંચી ન શકે, લોકોએ જાગૃત થવુ જોઇએ, માટે વરસાદી પાણી સોસાયટી, એપાર્ટમેન્ટ, ઘરના મોટા ટાંકામાં સંગ્રહ કરેલુ હશે અને પુરતુ સંગ્રહીન હશે તથા બોર-ડંકી રીચાર્જ કર્યા હશે તો આવતા ચોમાસા સુધી તે મહત્તમ ઉપયોગમાં આવશે અને ઉનાળામાં તકલીફ નહી પડે આ માટે અત્યારથી જાગૃત થવું સૌને જાગૃત કરવા જરૂરી છે તેમજ દરેક વૃક્ષોને વરસાદી પાણી પુરતા મળે, તેમ છે અને જળાશયોમાં આ પાણી સંગ્રહીત થાય, જાહેર ટાંકાઓ, અવેડાઓ ભરાય તે માટે તૈયારી કરી લઇએ નહીતો ઉનાળામાં તકલીફ  પડી શકે છે પડશે કેમકે ગરમી મા 700-800 ફુટે પાણી નથી મળતા અને  એપાર્ટમેન્ટમાં રહેનારાઓના બોર ફેલ થયા, ડંકીઓ ડુકી ગઇ હતી આ બધા અનુભવોમાંથી શીખી આવનારા વરસાદી રાઉન્ડ મા જરૂરી કાળજી માટે તૈયાર રહીએ.

-આઝાદીના સાત દાયકા બાદ પણ બેડાયુઘ્ધ અને ટેન્કર યુગ
ઘરે ઘરે પાણી ના સુત્રો વચ્ચે વરવી વાસ્તવીકતા એ છે કે આઝાદીના સાત દાયકાઓ બાદ પણ બેડાયુઘ્ધ અને ટેન્કર યુગ આવે છે. જો નર્મદા ભરપુર હોય તો લોકો સુધી પાણી તો પહોંચાડો છેવાડાના માનવી સુધી વિકાસ તો જ કહેવાય કે છે કે નેસડા અને અવાવરૂ જગ્યામાં પણ પાણીની લાઇન હોય અને તે લાઇનમાં પાણી આવતુ હોય જામનગર શહેરના જ છેવાડાના વિસ્તાર  ભર ચોમાસે  પાણી વિહોણા છે, ટેન્કર અપુરતા છે, નળના તો સપના પણ જોવાતા નથી અને સીટીમાં પણ અનિયમીત પાણી વિતરણ થાય છે.