Mysamachar.in-જામનગર
હાલ કોરોનાના કારણે ઘરમા પુરાઈ રહેતા જીજ્ઞાસુ વ્યુઅર્સને માલુમ થાય કે અનેક એવા ઘરેલું નુસખા, જે લોકડાઉનમાં ઘરે બેઠા કામમાં આવી શકે છે, જેમાં થી એક તો સંગીત છે, સંગીત સાંભળો કેમકે મ્યુઝીક થેરાપી ઉત્તમ વિકલ્પ છે, રાગ પૂરિયા ઘરમાં કાર્ડ રમતી વખતે સાંભળી શકાય છે. આ રાગ પાચન તંત્રને સારૂં રાખે છે અને એસીડીટીથી બચાવે છે, તેવું પણ કહેવાય છે, તો રાગ દરબારી જે તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આ રાગને ભોજન બનાવતી વખતે સાંભળવામાં આવે તો ભોજન ટેસ્ટી બનતું હોવાનું મનાય છે, ટીવી, રીમોટ, લેપટોપ, કી બોર્ડ, બુટ અને ચંપલ બોકસ રસોડાની સીંક અને કાઉન્ટર ટોપ બાથરૂમ અને તેમાં રહેલી સ્વીચ, દરવાજો અને દરવાજાના હેન્ડલ, બેટરી, કવર અને નીકળી શકતા પાર્ટસ કાઢીને સેનીટાઇઝરથી સાફ કરો, હા ખાસ ઇલેકટ્રીક વસ્તુ સાફ કરતી વખતે સ્વીચ બંધ કરવાનું ભૂલવું નહીં
બુટ અને ચંપલ બોકસ ઘરની બહાર અને દરવાજાથી દૂર હોવું જોઇએ જેનાથી તેમાં રહેલા જંતુઓ ઘરમાં આવી ન શકે, સ્પંજ (પોતું) માં સાબુ લગાડી સાફ કરો. ત્યારપછી ગરમ પાણી ભરી તેમાં બ્લીચ ભેળવી દો. થોડા સમય માટે છોડી દો પછી પાણીથી ધોઇ નાંખો કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે 21 દિવસ સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો છે. આ સમય આપણા બધા માટે સંકટનો સમય છે. પરંતુ સકારાત્મક રહી આપણે આ મુશ્કેલ સમયને સારી રીતે પસાર કરી શકીએ છીએ. આ સમયમાં અફવાની સાથે આત્મમંથનની વાત, ઉપયોગી એપ્સની સાથે ઘર સાફ રાખવાની ટીપ્સ અપનાવતા રહેવી જરૂરી છે
-કેટલીક ટીપ્સ ગૃહિણીઓ માટે..
કોથમીરને તાજી રાખવા માટે પાણીથી ધોઇ પેપર નેપકીન અથવા કપડાથી લૂછી સૂકવી જીપલોક વાળી બેગમાં બંધ કરીને રાખો.બટેટામાં પડયા પડયા થતો ગ્રોથ અટકાવવા માટે ઘરમાં રાખવામાં આવેલા બટાટા સાથે એક સફરજન રાખી દો, કેળાંને ફ્રેશ રાખવા માટે પ્લાસ્ટીક રેપરથી તેની જડ એટલે કે ઉપરનો અને નીચેનો ભાગ બાંધી દો કેળાં કાળા નહીં પડે, ટમેટાનું લીલા કલરનું મુખ એટલે કે ઉપરનો ભાગ હોય તે નીચે રાખવો અને નીચેનો સપાટ ભાગ ઉપર રાખવાથી તે ઝડપથી નહી બગડે લીલા મરચાના ડિંટીયા તોડી નાખો. આમ કરવાથી મરચા વધુ દિવસ માટે તાજા રહે છે અને લાંબો સમય ઉપયોગમાં લઇ શકાય છે