શું બેંકોના લોકરો પણ સુરક્ષિત નથી?

કઈ રીતે જાણો...

શું બેંકોના લોકરો પણ સુરક્ષિત નથી?
Symbolic Image

Mysamachar.in-અમદાવાદ:

સામાન્ય રીતે કોઈ વ્યક્તિને પોતાના નાણાં કે પછી સોના ચાંદીના દાગીના અને મહત્વના દસ્તાવેજો સુરક્ષિત કરવા હોય,ત્યારે જુદી-જુદી બેંકોના લોકરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે,ત્યારે અમદાવાદમા એક એવી ઘટના સામે આવી છે,જેને લઈને એક સવાલ ચોક્કસથી થાય છે,શું બેંકોના લૉકર પણ સુરક્ષિત નથી?


અમદાવાદના જોધપુર ચાર રસ્તા નજીક આવેલી કાલુપુર કો ઓપરેટીવ બેંકના લોકરમાંથી રૂપીયા ૧૬ લાખના દાગીનાની ચોરી થઇ હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે,સારીકા ભટ્ટ નામની મહિલાના  બેંક લોકરમાંથી ૧૬ લાખના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે,અને મહિલા સારીકા ભટ્ટે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે,જાણવા મળે છે તે પ્રમાણે  છેલ્લા ૧૫ વર્ષથી કાલુપુર કોઓપરેટીવ બેંકમાં તેનું એકાઉન્ટ છે અને બેંકમાં ૧૪૫૭ નંબરનું લોકર ધરાવે છે.

જો કે આ મહીલાએ જ્યારે બેંકમાં જઇને લોકરમાં તપાસ કરી હતી,ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેમાંથી ૬૪ તોલા સોના ચાંદી અને ડાયમંડના દાગીના ગાયબ છે.જેથી તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.પોલીસે ફરિયાદ ને પગલે સીસીટીવી ફુટેજ,FSL,ડોગ સ્કવોર્ડ અને ફીંગર પ્રીન્ટની મદદ લઇને વધુ તપાસ હાથ ધરી છે.