સુરતની ઘટના,જામનગરમાં કાર્યવાહી,લોકોએ ઠાલવ્યો રોષ..

સોશ્યલ મીડિયામાં તંત્રની ટીકા..

સુરતની ઘટના,જામનગરમાં કાર્યવાહી,લોકોએ ઠાલવ્યો રોષ..

Mysamachar.in-જામનગર:

ગઈકાલે સુરતમાં જે ઘટના બની છે,જે બાદ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે,ત્યારે રાજ્યની સાથોસાથ જામનગરમા પણ તંત્રએ કમર કસી છે,અને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે,પણ આ કાર્યવાહી સામે કેટલાક જાગૃત નાગરિકો એ સોશ્યલ મીડિયાના માધ્યમથી કોમેન્ટ કરી પોતાનો આક્રોશ ઠાલવવાની શરૂઆત કરી છે,

જેમાં કેટલાક જાગૃત નાગરિકો એ મનપા તંત્રની ગઈકાલની ઘટના બાદની એટલે કે આગ લાગી ચુક્યા બાદ કુવો ગાળવા નીકળવા જેવી સ્થિતિ ની ભારે ટીકા કરી છે,જેમાં માયસમાચારના કેટલાક વ્યુઅર્શે તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે,કોઈ જણાવે છે કે જામનગરના રસ્તાઓ પર ખાણીપીણીની લારીઓ મા શું કોઈ ફાયર સેફ્ટીના સાધનો છે તેવું પૂછે છે,તો કોઈ ફાયર શાખા પાસે કેટલા માળ સુધી દુર્ઘટના બને તો સીડી છે કે કેમ..?તો અત્યાર સુધી તંત્ર એ શું કર્યું ક્યાં ગયા હતા તેવો સવાલ ઉઠાવે છે તો વળી કોઈ વાચકો અત્યાર સુધી એનઓસી ના લેવી જોઈ કે લેવી જોઈ તેવી ખબર જ નહોતી...તો શું કર્યું તેવો વેધક સવાલ ઉઠાવે છે.

તો આજે શરૂ થયેલ ઝુંબેશ ને કેટલાક વાચકો એવું ગણાવે છે કે થોડા દિવસો આવું બધું ચાલશે પછી અને બધું રૂટીન,તો કોઈ જણાવે છે કે આવી કાર્યવાહી સમયે  ભ્રષ્ટાચાર ને વેગ મળશે,અને કોઈ તો ત્યાં સુધી કહે છે કે આ ઝુંબેશ માત્ર હંગામી છે.આમ ગઈકાલની ઘટનાને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે.