અને...આધેડે રસ્તા પર જ ઉતારી નાખ્યું પેન્ટ

તમે પણ રાખજો ધ્યાન..

અને...આધેડે રસ્તા પર જ ઉતારી નાખ્યું પેન્ટ

Mysamachar.in-સુરત:

આજના સમયમાં કોઈને મોબાઈલ વિના ચાલતું નથી,પણ મોબાઈલ રાખવો ક્યારેક જોખમી પણ સાબિત થઇ જાય છે,મોબાઇલ બ્લાસ્ટના અનેક કિસ્સાઓ સાંભળવા મા આવતા હોય છે,પણ ગઈકાલે સુરતમા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમા એક આધેડે પોતાના પેન્ટના ખિસ્સામાં મુકેલો મોબાઇલ એકાએક બ્લાસ્ટ થઇ જતા તેવો હેબતાઈ ચુક્યા હતા, જેને કારણે આધેડએ જાહેરમા પેન્ટ કાઢી નાખ્યું હતું જો કે હાજર સ્થાનિકોએ બ્લાસ્ટ થયેલો મોબાઇલ દુર ફેકી દીધો હતો. સમગ્ર ઘટનામા આધેડને કોઇ પણ પ્રકારની ઇજા પહોંચી ન હતી.જો કે આ ઘટના બનતા એક તબક્કે હાજર લોકો પણ હતપ્રભ બની ગયા હતા.