દ્વારકા:સમાજ સ્વીકારશે નહિ તેવા ભયથી બન્નેએ જિંદગી ટૂંકાવી લીધી

બન્ને અલગ અલગ સમાજના 

દ્વારકા:સમાજ સ્વીકારશે નહિ તેવા ભયથી બન્નેએ જિંદગી ટૂંકાવી લીધી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકા તાલુકાના વરવાળા ગામે આજે સવારે બે મૃતદેહોને ઝાડ પર લટકતા જોઈને લોકોં આશ્ચર્યમાં પડી ચુક્યા હતા,અને પોલીસને જાણ કરવામાં આવતા દ્વારકા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવીને તપાસ કરતાં જે બે મૃતદેહો ગળાફાંસો ખાધેલી હાલતમાં ઝાડ પર લટકતા હતા, તે બન્ને મૂળ વરવાળાના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે,મૃતકોમા યુવતીનું નામ દિપાલી અગ્રાવત જયારે યુવકનું નામ ભૂરા રાયમલ હોવાનું જાણવા મળે છે,પોલીસના જણાવ્યા  મુજબ આ બંને ૨૦૧૮ ના વર્ષમાં એટલે કે અંદાજે આઠ નવ માસ પૂર્વે ભાગી છુટ્યા હતા,અને બન્ને એ લવમેરેજ કર્યા હોવાનું જાણવા મળે છે,પણ તેના કોઈ આધાર હજુ સુધી પોલીસને મળ્યા નથી,અને ત્યારબાદ બને આ રીતે આપઘાત કરી લેતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસના જણાવ્યા મુજબ સમાજ સ્વીકારશે નહિ તેવી ભીતિએ બન્ને આપઘાત કરી લીધાનું પ્રાથમિક તારણ છે,અને આ અંગે મૃતદેહોનું પેનલ પીએમ કરી અને વધુ તપાસ શરૂ કરી છે.