કાટકોલા ગામે ગામતળની જમીનમાં થઇ રહેલ દબાણ મુદ્દે થઇ અરજી...

ચેકડેમ કોણે તોડી પાડ્યો.?

કાટકોલા ગામે ગામતળની જમીનમાં થઇ રહેલ દબાણ મુદ્દે થઇ અરજી...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના કાટકોલા ગામે માલદે કરંગીયા નામના વ્યક્તિની ખેતીની જમીન ગામમાં આવેલી હોય અને તેવોની ખેતીની જમીનની બાજુમાં ગોચરની જમીન જેના સર્વે ન. -૪૧૬ તથા ૪૧૭ આ ગોચરની જમીનમાં એક ગેરકાયદેસર દબાણનું બાંધકામ ચાલુ હોવાના આક્ષેપ સાથે આ ગોચરની જમીન બાજુમાં જ અરજદારની  જમીન આવેલ હોય, આ ગેરકાયદેસર દબાણના કારણે ચોમાસામાં અરજદારને નુક્સાન થાય તેમ હોય જમીનને પણ નુકસાન થાય તેમ છે. અને અરજદારની ખેતીની જમીનમાં ખેતીના પાક ને નુકશાન પણ મોટું નુકશાન થાય તેમ હોવા સબબની રજૂઆત ગેરકાયદેસર ગોચરની જમીનનું  બાંધકામ અટકાવી યોગ્ય થવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.વધુમાં આ ગામમાં આવેલ વોટરશેડ યોજનાનો ચેકડેમ જે વર્ષોથી અહી નિર્માણ પામેલ હતો, તે પણ કોના ઇશારે કોના દ્વારા તોડી પાડવામાં આવેલ છે, તેવી પણ ગામના સ્થાનિક દ્વારા અરજી કરાઈ છે.