ટ્રક અને કાર વચ્ચે અકસ્માત,૨ ના મોત

હાઈવે પર નિયમોનું કરો પાલન

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત,૨ ના મોત

Mysamachar.in-સુરેન્દ્રનગર:

હાઈવે પર એક પણ સેફ્ટીની નિયમોનું પાલન કર્યા વિના દોડતી પુરપાટ ગાડીઓ ના દરરોજ કેટલાય અકસ્માતો ના બનાવો બને છે,અને લોકો મોતને ભેટે છે,છતાં આરટીઓ સહિતના તંત્ર શું કરે છે,તે સમજણમાં નથી આવતું,વાત આજની છે જયારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતાં. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ થઇ જવા પામ્યો હતો,ધ્રાંગધ્રા હળવદ હાઇવે પાસેનાં દુદાપુર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકે કારને અડફેટે લીધી હતી.