અમદાવાદમા થી ઝડપાયો હથિયારો નો જથ્થો...

હથિયારોનું શું કરવાનો હતો ઉપયોગ?

અમદાવાદમા થી ઝડપાયો હથિયારો નો જથ્થો...

mysamachar.in-અમદાવાદ:

ગુજરાતનું અમદાવાદ શહેર છેલ્લા ધણા વર્ષોથી દંગા ફસાદ જેવા બનાવો ન બનતા શાંત વાતાવરણ વચ્ચે લોકો ધંધો રોજગાર કરી રહ્યા છે,ત્યારે અમદાવાદના એક વિસ્તારમાં રહેતા રાજપુત શખ્સ કોઈ મોટા ગુન્હાને અંજામ આપે તે પુર્વેજ પોલીસએ રિવોલ્વર સહિતના ઘાતક  હથિયારોના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે,

અમદાવાદમાં રામોલ પોલીસને મળેલ બાતમીના આધારે આશ્રિત પાર્ક નજીક સુમિતનગરમાં દરોડા પાડીને નરેંદ્રસિંહ લક્ષ્મણસિંહ રાજપુતના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી..અને તેના મકાનમાંથી હાથ બનાવટની પીસ્ટલ ટ્રેગરવાળી,દેશી તમંચો,રિવોલ્વર,એરગન,30 નંગ કારતૂસ વગરે સ્ફોટક હથિયારો મળી આવ્યા...ઉપરાંત ૭ નંગ છરી, બે તલવાર, ધારિયા વગેરે ધાતક શસ્ત્રો મળી કુલ ૫૪ હજારનો મુદામાલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી

આ મામલે અમદાવાદની રામોલ પોલીસે નરેંદ્રસિંહ રાજપુત નામના શખ્સની ધરપકડ કરીને તમંચો, રિવોલ્વર, પીસ્ટલ વગેરે હથિયાર ક્યાથી લઈ આવેલ છે,આ હથિયારો કોને સપ્લાય કરવાના હતા,ક્યાં ગુન્હાના કામે વાપરવાના હતા તે સહિતની વિગતો ઓકાવવા માટે પૂછપરછ હાથ ધરેલ છે,ત્યારે આગામી દિવસોમાં ચોકાવનારો ખુલાસા થવાની પોલીસે આશંકા દર્શાવી છે.