અમિત શાહ બન્યા ગૃહમંત્રી,હાર્દિક પટેલે કઈક આવું કર્યું ટ્વીટ

શુભકામના સાથે લખ્યું આવું..

અમિત શાહ બન્યા ગૃહમંત્રી,હાર્દિક પટેલે કઈક આવું કર્યું ટ્વીટ

Mysamachar.in-અમદાવાદઃ

કેન્દ્રમાં ભાજપની સરકાર બહુમતિ સાથે રચાઇ જતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નરેન્દ્ર મોદીના સૌથી નિકટ માનવામાં આવતા અમિત શાહને ગૃહમંત્રીનો પદભાર સોંપવામાં આવ્યો છે,ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા છે.હાર્દિક પટેલે એ પણ સવાલ પૂછ્યો કે તેમના જેવા યુવાઓનું શું થશે,જે ભાજપ વિરૂદ્ધ લડ્યા.હાર્દિક પટેલે ટ્વીટમાં કહ્યું કે,‘અમિત શાહજી ગૃહમંત્રી બની ગયા છે.આ કારણે હું તેને શુભેચ્છા પાઠવું છું.

જોકે આજે કેટલાક ભક્તના મને મેસેજ આવ્યા કે હવે તારુ શું થશે હાર્દિક?તેનો મતલબ એ કે અમિત શાહ ગૃહમંત્રી બન્યા પછી ભક્તો ખૂબ જ ખુશ છે.બીજેપી સામે લડનાર અમારા જેવા યુવાનોને શું મારી નાખવામાં આવશે? ચાલો જેવી ભગવાનની ઈચ્છા....!આવું ટ્વીટ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કર્યું છે.