તંત્ર જી.જી.હોસ્પિટલના આ મુદાઓ પર પણ ધ્યાન આપજો....આગેવાની લેનાર નેતાઓ અને સંસ્થાઓનું મૌન..

તો શું સરકાર આવા કર્મચારીઓને રાત્રીના હોસ્પિટલમાં આરામ કરવા માટેનો પગાર આપે છે...

તંત્ર જી.જી.હોસ્પિટલના આ મુદાઓ પર પણ ધ્યાન આપજો....આગેવાની લેનાર નેતાઓ અને સંસ્થાઓનું મૌન..

mysamachar.in-જામનગર:

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જી.જી.હોસ્પિટલમાં વ્યવસ્થાને નામે ઉભી થયેલ સમસ્યાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓ અને તેના સબંધીઓને તંત્રની તાનાશાહી ને લઈને પરેશાની નો પાર નથી..એવામાં તંત્ર ને માત્ર જી.જી.હોસ્પિટલ ના ગેઈટ  બંધ કરી અને આંતરિક વ્યવસ્થા જાળવવાનું મુનાસીબ લાગી રહ્યું છે.....પણ તંત્ર ને આંખ પર હજુ તો કેટલાય એવા આવરણ છે જે ખુલ્યા જ નથી..

અહી વાત છે સ્ટાફની સિક્યુરિટી ની જવાબદારી દિવસ અને રાત હોસ્પિટલ ની સુરક્ષા કરવા માટેની છે..આ જ સિક્યુરિટી ના જવાનો રાત પડતાની સાથે જ જ્યાં જગ્યાનો મેળ આવી જાય ત્યાં લંબાવી દે છે..આવામાં હોસ્પિટલની સુરક્ષા કરે કોણ.??આવું જ હોસ્પિટલ સ્ટાફ નું પણ છે નાઈટ ડ્યુટીમાં રહેતા ડોક્ટરો સિવાય નો મોટાભાગનો સ્ટાફ આરામ થી સુઈ જાય છે..અને બહાનું આપે છે કે કામ નથી એટલે સુઈ જઈએ છીએ..તો શું સરકાર આવા કર્મચારીઓને રાત્રીના હોસ્પિટલમાં આરામ કરવા માટેનો પગાર આપે છે...?શું ક્યારેય તંત્ર એ આવી બાબતોને લઈને આકસ્મિક ચેકિંગ કર્યું છે ખરા????સ્ટાફ ના અમુક  નર્સ અને બ્રધર સુઈ જાય એટલે વારો આવે પટાવાળાઓ નો જે દર્દીને રાત્રીના સમયે બાટલાઓ ચઢાવવા,ઇન્જેક્શન મારવા સહિતની કામગીરી ના કોઈ ડીગ્રી ના કોઈ લાયકાત વિના જ  પટ્ટાવાળાઓ મનફાવે તે રીતે સ્ટાફના કહેવાથી કરી રહ્યા હોય છે...હવે આવી સ્થિતિ મા દર્દી ને કાઈ થાય તો જવાબદારી કોની?શું તંત્ર એ ક્યારેય આવી બાબતમાં આકસ્મિક ચેકિંગ કર્યું છે ખરા???

તો દિવસ અને રાત  ખાનગી એજન્સી અને હોસ્પિટલના પટ્ટાવાળાઓ ને અહી ફરજ બજાવતા હોય છે.. ત્યારે જે કામ આ હોસ્પિટલ અને એજન્સી ના પટ્ટાવાળાઓ એ કરવાનું હોય તે કામ જેવું કે રીપોર્ટ લઇ આવવા લઇ જવા,દર્દીના ખાલી બાટલા અને ઇન્જેક્શનો યોગ્ય રીતે ડસ્ટબીન મા ફેંકવા,જેવી તમામ કામગીરી પટ્ટાવાળાઓ પાસે નહિ  દર્દીઓના સગાઓ પાસે ફરજીયાતપણે એટલા માટે કરાવવામાં આવે છે કે હોસ્પિટલનો કાયમી સ્ટાફ આવા પટ્ટાવાળાઓનો પોતાના અંગત કામો જેવા કે નાસ્તોચા પાણી લાવવા ,ઘરના કામો કરવા વગેરેમાં ઉપયોગ કરતાં હોવાનું પણ અનેકવાર સામે આવી ચૂક્યું છે..છતાં પણ બહાદુર તંત્રનું તમાશો  જોવાનું કારણ ગળે ઉતરતું નથી??શું આવી બાબતોની તંત્ર દ્વારા ક્યારેય ખરાઈ થઇ છે ખરા ??

આમ આ તો જુજ વર્ણવેલ મુદાઓ છે આવા તો અનેક મુદાઓ છે જેના પર તંત્ર એ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે..ના માત્ર કે હોસ્પિટલ ના દરવાજાઓ બંધ કર્યે તેનો કોઈ ઉકેલ આવી શકે...અહી ઉડીને એક વાત પણ આંખે વળગી રહી છે છાશવારે હોસ્પિટલ ને રાજકીય અડ્ડો બનાવતા વિવિધ પક્ષોના નેતાઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ આ હિલચાલ થી અજાણ છે કે પછી અજાણ બનવાનું નાટક કરી રહ્યા છે....તે બાબત પણ લોકોમાં ચર્ચાનો વિષય ચોક્કસ થી બની છે..

જી.જી.હોસ્પિટલના તબીબો ની સેવાને સલામ...
જામનગરની જી.જી.હોસ્પિટલમા ફરજ બજાવતા જુનીયર થી માંડી ને સીનીયર તમામ તબીબો સહિતનો કર્મનિષ્ઠ સ્ટાફ દિવસરાત જોયા વિના હજારો દર્દીઓની જે સેવા કરે છે તેની જેટલી પ્રશંશા કરીયે તેટલી ઓછી છે...પણ આવા જ કર્મનિષ્ઠ તબીબો પર જયારે હુમલા થાય છે તે બાબત જરાપણ યોગ્ય નથી....તબીબો પર  હુમલાઓ થવા પાછળ હોસ્પિટલની અપૂરતી સુરક્ષા જ માત્ર ને માત્ર જવાબદાર છે...તે ચુસ્ત થાય અને સિક્યુરિટી પોતાની યોગ્ય ફરજ બજાવે તે પણ જરૂરી છે....