અલ્પેશ ઠાકોરનું રાજીનામું,રૂપાણીનું નિવેદન..

જાણો શું કહ્યું CMએ..

અલ્પેશ ઠાકોરનું રાજીનામું,રૂપાણીનું નિવેદન..

Mysamachar.in-જામનગર:

ગઈકાલે ઠાકોરસેનાના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદાઓ પરથી રાજીનામું આપી દેતા લોકસભાની ચુંટણી સાથે રાજ્યના રાજકારણમા ભારે ગરમાવો આવી ચુક્યો છે,ત્યારે અલ્પેશ ઠાકોરના રાજીનામાં અંગે જામનગર ખાતે સભાને સંબોધન કરવા આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેવો એ કહ્યું કે મને પણ આ અંગેના સમાચાર પ્રાપ્ત થયા છે અને અલ્પેશે દુઃખ સાથે કોંગ્રેસ છોડી છે,કોંગ્રેસે ઠાકોર સમાજ અને ઠાકોર સેનાની પણ અવગણના કરી છે,

કોંગ્રેસમાં કોઈ ઘણીધોરી ના હોવાની વાત કરતાં સીએમ કહ્યું કે અનેક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં કોંગ્રેસનું પતન નિશ્ચિત છે,તેમ કહી અને હાલ અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવવા અંગે ની કોઈ વાત ના હોવાની વાત પણ સીએમ એ જામનગર ખાતે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કરી.