ટામેટાની આડમાં દારૂની હેરફેર...

પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી બાતમી 

ટામેટાની આડમાં દારૂની હેરફેર...

Mysamachar.in-વડોદરા:

હજુ તો કલાકો પણ નથી કે રાજ્યના પોલીસવડા એ દારૂ અને જુગારના અડ્ડાઓ પર તૂટી પડવાના પોલીસની આદેશ કર્યા છે, ત્યાં જ વડોદરામાં થી નવી ટેકનીક થી કરવામાં આવતી દારૂની હેરફેર ઝડપાઈ ચુકી છે, પોલીસ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન તેઓને સુરતથી અમદાવાદ તરફ જઇ રહેલી બોલેરો જીપમાં ટોમટો ભરેલા છે. અને ટમેટાના બોક્સની અંદર વિદેશી દારૂનો જથ્થો છે. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. અને સુરતથી અમદાવાદ તરફ જતા વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું.

જોકે, ટમેટાની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઇને અમદાવાદ તરફ જઇ રહેલા જીપના ચાલકને પોલીસ વાહન ચેકિંગ કરી રહી હોવાની જાણ થતાં વિદેશી દારૂનો જથ્થો લઇને જઇ રહેલો ટેમ્પો ચાલક દુમાડ ચોકડી પાસે ટેમ્પો સ્થળ પર મૂકીને ભાગી ગયો હતો. સમા પોલીસે ટમેટાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂની જથ્થો, ટમેટા તેમજ જીપ મળીને કુલ રૂપિયા 7,88.000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને જીપના નંબરના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરનાર કેરીયરની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.