દારૂની પરમીટ ધારકોને ધક્કે ચઢાવતું તંત્ર..

જી.જી.હોસ્પિટલમાં તો કમીટીના પણ ઠેકાણા નથી

દારૂની પરમીટ ધારકોને ધક્કે ચઢાવતું તંત્ર..

Mysamachar.in-જામનગર:

આરોગ્ય જાળવણી માટે જેમને આવશ્યક હોય તેવા ૪૦ વર્ષથી વધુ વયના હોય  તેમને  નિયમોનુસાર આલ્કોહોલની પરમીટ મળે છે, જેથી નિયત ક્વોટામા સરકાર માન્ય સેન્ટરમાંથી દારૂ બીયર મળી શકે છે, પરંતુ જામનગરમા આવી પરમીટ ધરાવનારા ૨૮૦૦માં થી પચ્ચીસ ટકા જેટલા પરમીટ ધારકો રીન્યુઅલ માટે નશાબંધી અને આબકારીની કચેરી અને રાજકોટ અને જામનગર હોસ્પિટલોમાં ધરમધક્કા ખાય છે, પરંતુ રીન્યુઅલ કામગીરી થતી જ નથી જો હવે રીન્યુઅલમા ય ધાંધિયા હોય તો નવી પરમીટ માટે વાત જ ક્યા કરવી? સરકારે નિયમોમા ફેરફાર કર્યા બાદ એક તરફ ટલ્લે ચઢેલુ તંત્ર બીજી તરફ અમુક કામ કરનારની ખોરા ટોપરા જેવી દાનતના કારણે દારૂનુ સેવન જેમને જરૂરી છે તેઓ હેરાન થાય છે કેમકે જામનગર જિલ્લાની જ  અઢીસોથી વધુ અરજીઓ  રાજકોટ મેડીકલ બોર્ડ પાસે ધુળ ખાય છે કેમકે પહેલા સુધારા મુજબ બોર્ડ ત્યા જ  હતુ હવે વળી સુધારો થયો છે, પરંતુ જુની ઇનવર્ડ કરેલી તો રાજકોટ થી નિકાલ કરવો પડે પરંતુ ત્યા એવુ કહેવાય છે કે " બોલી" બોલાય તો જ કામનો નિકાલ થાય.

-જી.જી.સુપ્રિ.ની નિષ્ક્રીયતા..

નશાબંધી કચેરીએ સરકારે સુધારો કર્યો બાદ જામનગર ની જી.જી.હોસ્પીટલના સુપ્રિ. ને રીન્યુઅલ અરજીઓ યોગ્ય અભિપ્રાય માટે મોકલી છે, કેમકે સરકારે જીલ્લાવાર સરકારી હોસ્પિટલોમા બોર્ડ બનાવવાની જોગવાઇ કરી છે પરંતુ જી.જી.ના .સુપ્રિ. એ બોર્ડ બનાવ્યુ જ નથી  માટે રીન્યુઅલ પરમીટોની અભિપ્રાયોની ફાઇલો અને કવરો  ત્યા એમ ને એમ પડી છે, તેવું હોસ્પિટલના સુત્રો જણાવે છે, એક તો રાજકોટથી નિકાલ નથી બીજી તરફ જામનગરમા તો કોણ જાણે ક્યારે બોર્ડ બનશે? ત્યા સુધી પરમીટ ધારકોની તબિયત બગડશે તો જવાબદાર કોન? કેમકે આ પરમીટ ને હેલ્થ પરમીટ પણ કહેવાય છે.