ફરી પટેલકોલોનીતસ્કરોનું નિશાન, બે દુકાનોના શટર થયા ઉંચા...

જાગતા વિસ્તારનિશાને...

ફરી પટેલકોલોનીતસ્કરોનું નિશાન, બે દુકાનોના શટર થયા ઉંચા...

Mysamachar.in-જામનગર:
જામનગર શહેરનો પટેલકોલોની વિસ્તાર તસ્કરો માટે હોટફેવરીટ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, હજુતો થોડા દિવસો પૂર્વેની જ વાત છે કે પટેલકોલોની વિસ્તારમાં દુકાનોના શટરો ઉંચકાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો, ત્યાં જ વધુ એક વખત વિકાસગૃહ સામે આવેલા કટલેરીનીદુકાન અને પટેલ કોલોની સાત નંબર નજીક આવેલ ફરસાણની દુકાનમા તસ્કરોએ હાથ અજમાવ્યાનું સવારે સામે આવતા પોલીસ ઘટનાસ્થળે પહોચી અને તપાસ શરુ કરી છે, બંને દુકાનોમાં થી કેટલી ચોરી થઇ તે હજુ સામે આવ્યું નથી, પણ તસ્કરો પોશ વિસ્તારને નિશાન બનાવી અને પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગે છે.