હનીટ્રેપની જાળમાં ફસાવ્યા બાદ પોલીસના નામે પૈસા કઢાવવાનું પડ્યું ભારે

ખંભાળિયાનો બનાવ

હનીટ્રેપની જાળમાં ફસાવ્યા બાદ પોલીસના નામે પૈસા કઢાવવાનું પડ્યું ભારે

Mysamachar.in-ખંભાળિયાઃ

ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં હનીટ્રેપમાં લોકો ફસાઈ રહ્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે,તાજેતરમાં જ મહેસાણામાં પણ પોતાનો પાક વેંચવા ગયેલ એક ખેડૂત પણ હનીટ્રેપની જાળમાં ફસાઈ જતાં લાખો ગુમાવવાનો વારો આવ્યો હતો,ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરના એક આધેડ માછીમાર પણ ખંભાળિયાની હનીટ્રેપની ગેંગના જાળમાં ફસાઈ જતા ખંભાળિયા પોલીસે આખો ખેલ ઊંધો પાડી દીધો છે,

દ્વારકાના રૂપેણબંદરમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા ઇશાકભાઈ નામના પ્રૌઢ સાથે ફોન ઉપર મીઠી-મીઠી વાતો કરીને આશીયાના નામની મહિલાએ તેને બરોબરની પોતાની જાળમાં ફસાવ્યા બાદ ખંભાળિયા બોલાવ્યા બાદ આશીયાનાએ તેના સાગરીતો સાથે અગાઉથી ઘડેલા પ્લાન મુજબ ઇશાક સાથે વાતો કરતા હતા ત્યારે ત્યાં બે શખ્સો મોટરસાઇકલમાં આવી પહોંચ્યા હતા અને પોતાની ઓળખ બીટ જમાદાર રાજભા તરીકેની આપી હતી અને PSI ખંભાળિયા જાડેજાના નામે અન્ય કોઈ સાથે વાત કરાવી અને ફરિયાદી પાસેથી પ્રથમ ૧૦,૦૦૦ અને બાદમાં કટકે-કટકે ૧ લાખ જેટલી રકમ મહિલા સહિતની ગેંગે ફસાવી અને માછીમાર પાસેથી મેળવી લીધાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકે નોંધાઈ છે,

જ્યારે મામલો પોલીસમથકે પહોંચ્યો ત્યારે ખુદ PSI જાડેજા અને તેનો સ્ટાફ પણ તેની ખોટી ઓળખ આપવાને લઈને અચંબામાં પડી ગયો હતો, પણ હનીટ્રેપની જાળમાં માછીમાર પ્રૌઢને ફસાવનારી ગેંગને પોલીસની ઓળખ આપવી ભારે પડી અને અસલી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે,જ્યારે આશીયાના નામની મહિલાને શોધવા કવાયત હાથ ધરી છે.